Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PANCHMAHAL : ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી નાણાં વસુલવામાં આવતા કાર્યવાહી કરાઇ

મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમાં આવેલ મહાકાલી HP ગેસ એજન્સીના સંચાલક દ્વારા ઉજ્વલા યોજનાના નામે આ યોજનાના લાભાર્થીઓ પાસેથી કનેક્શનના નામે 500 થી 600 રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી સામે છે. આ સમગ્ર કૌભાંડ ત્યારે સામે આવ્યું...
panchmahal   ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી નાણાં વસુલવામાં આવતા કાર્યવાહી કરાઇ

મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમાં આવેલ મહાકાલી HP ગેસ એજન્સીના સંચાલક દ્વારા ઉજ્વલા યોજનાના નામે આ યોજનાના લાભાર્થીઓ પાસેથી કનેક્શનના નામે 500 થી 600 રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી સામે છે. આ સમગ્ર કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા લાભાર્થીઓ સાથે સીધી ટેલિફોનિક વાત કરી ખરાઇ કરવામાં આવી હતી. ત્યારે કેટલાક લાભાર્થીઓ જણાવ્યું હતું કે, આ એજન્સીના સંચાલકે તેઓ પાસેથી 500 થી 600 રૂપિયા વસુલવામાં આવ્યા હોવાનુ જણાવ્યું હતું. સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એજન્સી સામે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

50 થી વધુ લાભાર્થીઓ સાથે સીધી ટેલીફોનીક વાત કરવામાં આવી હતી

જિલ્લા પૂરવઠા વિભાગના અધિકારી એચ ટી મકવાણા અને તેમની ટીમ સહિત મોરવા હડફ મામલતદારની ટીમને સાથે રાખી મોડી સાંજે મોરવા હડફ તાલુકાના વાડોદર ખાતે આવેલ મહાકાળી ગેસ એજન્સીમાં પહોચી હતી અને આકસ્મિક એજન્સીમાં તપાસ હાથ ધરી હતી.  ત્યારે આ પ્રાથમિક તપાસ દરમિયાન 50 થી વધુ લાભાર્થીઓ સાથે સીધી ટેલીફોનીક વાત કરવામાં આવી હતી જેમા ઉજવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી ગેસ કનેક્શન આપતી સમયે 500 થી 600 રૂપિયા લીધા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી અને સમગ્ર કૌંભાંડ નો પર્દાફાશ થવા પામ્યો હતો.

Advertisement

ત્યારે પુરવઠા વિભાગની ટીમ દ્વારા એજન્સીમાં વધુ તપાસ કરતા 347 સિલિન્ડરની ઘટ હોવાનું સામે આવ્યું હતું. સાથે જ બીજી વાર રિફિલિંગ માટે જે કેન્દ્ર સરકાર દ્વારા રકમ નક્કી કરવામાં આવી છે એ પણ વધારાની રકમ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવી હોવાની પણ હકીકત સામે આવી હતી. એટલુ જ નહિ ગ્રાહકોને સિલિન્ડર હોમ ડિલિવર કરવામાં આવી ન હોવા છતા તેની પણ રકમ લાભાર્થી પાસે થી વસુલવામાં આવી છે.

ઊજવલા યોજના હેઠળ લાભાર્થીને ગેસ કનેકશન કીટ વિના મુલ્યે આપવા માટેની સરકારની આ યોજના હોવાં છતાં ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને અભણ લોકો પાસેથી ગેસ એજન્સી સંચાલક દ્વારા લાભાર્થી પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી રહી હોવાનું સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એજન્સી સામે કડક કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી હતી.

Advertisement

મહાકાળી ગેસ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં 4658 ગેસ કનેકશન આપવામાં આવ્યા છે જે તમામ લાભાર્થીની ખરાઈ કરવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં કેટલીક ચોકાવનારી હકીકત સામે આવી શકે છે હાલ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા મહાકાલી HP ગેસ એજન્સીના સંચાલક સામે કાર્યવાહી તજવીજ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ - નામદેવ પાટીલ 

આ પણ વાંચો -- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 141મું અંગદાન, રીક્ષા ચાલક કાલુભાઈથી નવજીવન

Tags :
Advertisement

.