આબુરોડ પર ટ્રેલર અને તુફાન વચ્ચે ગંભીર અકસ્માત, 4 ના મોત, 10 લોકો ઇજાગ્રસ્ત
આબુરોડ ચંદ્રાવતી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
મહત્વનું છે કે, આબુરોડના ચંદ્રાવતી નજીક અકસ્માતનો મામલો સામે આવ્યો છે. ટ્રેલર સાથે તુફાન ગાડી અથડાતા તોફાન ગાડીના કુરચે કુરચા ઉડ્યા હતા. અકસ્માત થતાં તુફાનમાં સવાર તમામ લોકો પાલી જિલ્લાના માનપુર ભાખરીથી આબુરોડના માવલ ગામે જાઈ રહ્યા હતા. તમામ લોકો કીર જાતિના હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા રાહદારીઓની મદદથી તુફાનમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને આબુરોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ રાજસ્થાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, અમદાવાદમાં આવતીકાલથી યલો એલર્ટ


