Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shaktisinh : ગેરકાયદેસર ખનનમાં ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારી જવાબદાર

Shaktisinh Gohil : સુરેન્દ્રનગરનાં (Surendranagar) જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદેસર ચાલી રહેલી કોલસાની ખાણમાં 3 મજૂરોના મોત થવાની ઘટનામાં ભાજપના ભ્રષ્ટ નેતાઓનો જ હાથ હોવાનો સનસનીખેજ આરોપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) લગાવતાં ખળભળાટ મચી ગયો...
shaktisinh   ગેરકાયદેસર ખનનમાં ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારી જવાબદાર
Advertisement

Shaktisinh Gohil : સુરેન્દ્રનગરનાં (Surendranagar) જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદેસર ચાલી રહેલી કોલસાની ખાણમાં 3 મજૂરોના મોત થવાની ઘટનામાં ભાજપના ભ્રષ્ટ નેતાઓનો જ હાથ હોવાનો સનસનીખેજ આરોપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) લગાવતાં ખળભળાટ મચી ગયો છે. ભેટ ગામમાં કોલસાનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે અને ખનન દરમિયાન બ્લાસ્ટ થતાં ગૅસ ગળતરથી ત્રણ શ્રમિકોનાં મોત નિપજયાં હતા. આ મૃતક શ્રમિકો અલગ-અલગ વિસ્તાર ઉડવી, વીજળીયા અને સાંગ્ધ્રા ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે ઘટનાની જાણ થતા મૂળી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કસૂરવારો સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર

Advertisement

બીજી તરફ આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે કોલસાની ખાણમાં ત્રણ મજૂરોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. અહીં ખનન સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે કરવામાં આવે છે અને આ સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે કોલસાની ખાણમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ભાજપના આગેવાન અને મુળી તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કલ્પેશ પરમાર અને ભાજપના જિલ્લા સભ્યના પતિ અને ભાજપના નેતા ખીમજીભાઈ કારસીયા જવાબદાર છે અને પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. તમામ ગેરકાયદેસર કોલસાની ખાણો ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે અને નિર્દોષ કામદારો જીવ ગુમાવે છે. જ્યારે તેઓ કૂવો ખોદવામાં રોકાયેલા હતા ત્યારે આરોપીઓએ મૃતકને હેલ્મેટ અથવા અન્ય સુરક્ષા સાધનો આપ્યા ન હતા. તમામ મૃતકોની ઉંમર ચાલીસ વર્ષથી ઓછી હતી. ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટ શાસનનું આ ઉદાહરણ છે.

Advertisement

ગેરકાયદે પ્રવૃત્તીની સિટીંગ જજ હાઇકોર્ટની નિગરાનીમાં એસઆઇટીની તટસ્થ તપાસ કરાવો

શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું કે અત્યંત દુખની વાત છે કે મુળી તાલકામાં 3 ગરીબ મજૂરોએ જીવ ગુમાવ્યો છે. ગરીબ મજૂરો મજૂરી કરવા ગયા હતા. આ કામ ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મોટો નમૂનો છે. એક ખાડો ખોદવાનો દોઢ લાખ રુપિયાનો દર મહિને હપ્તો તમામ અધિકારીને અપાય છે અને ભાાજપના નેતાઓની મીલીભગત છે જેમાં ગરીબ માણસોએ જીવ ગુમાવ્યો. આ ગરીબ મજૂરો યુવાનો હતા. ગેરકાયદસર કોલસાની ખાણ ખોદવાનું કામ ચાલતું હતું તેમાં મુળી તાલુકા પંચાયતના ભાજપના નેતાઓ મળીને કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે તેનો આ નમુનો છે. શું આવું તંત્ર છે ગુજરાતમાં, ગરીબ માણસ મરે તો મરે...આવા સોંકડો ખાડા ત્યાં ખોદાઇ રહ્યા છે. નીચેથી ઉપર સુધી દોઢ લાખનો હપ્તો મળે છે. આ સતત ચાલતી પ્રવૃત્તી છે અને ગરીબ માણસો જીવ ગુમાવે છે. આ સમગ્ર વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તીની સિટીંગ જજ હાઇકોર્ટની નિગરાનીની એસઆઇટીની તટસ્થ તપાસ થવી જોઇએ.

આ પણ વાંચો---- Surendranagar : ગેરકાયદેસર ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી 3 શ્રમિકોનાં મોત

Tags :
Advertisement

.

×