Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બનાસ ડેરીના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી, જાણો કોણ બન્યું વાઇસ ચેરમેન

આજે એશિયાની સોથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસડે રીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે. અઢી વર્ષ માટે...
બનાસ ડેરીના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી  જાણો કોણ બન્યું વાઇસ ચેરમેન
Advertisement

આજે એશિયાની સોથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસડે રીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે. અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી થઈ હતી. ત્યારે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે.

બનાસ ડેરીનું કેટલું છે ટર્ન ઓવર

Advertisement

બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડથી વધારે છે. દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકનાં ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે. બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથીભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન છે. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.

Advertisement

ગલબાભાઈ પટેલે ગામડાંઓના ખેડૂતો અને પશુપાલકોનું સામાજિક અને આર્થિક સ્તર ઉંચુ લાવવા પ્રયાસ કર્યા હતા. તેઓએ ખેડા જિલ્લાનાં દૂધ સહકારી માળખા અમૂલ પેટર્ન આધારિત સહકારી દૂધ સંઘનું સર્જન બનાસકાંઠા જિલ્લામાં કર્યું હતું. તેઓએ કઠોર પરિશ્રમ કરી જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામમાં દૂધ સહકારી મંડળીઓ શરૂ કરી તેમનું દૂધ એકત્રિત કરી 1966થી દૂધસાગર ડેરી,મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,પાલનપુરની નોંધણી સહકારી કાયદા હેઠળ 1969માં થઇ હતી. જેને આપણે બનાસ ડેરી તરીકે ઓળખીયે છીએ.

આ પણ  વાંચો -બોટાદ; પોલીસ દ્વારા હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

Tags :
Advertisement

.

×