Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Una Car Accident: ઊનામાં અકસ્માતના કાળજું કંપાવતા દ્રશ્ય, સિનિયર સિટીઝનને કચડી કાર દુકાનમાં ધુસી

Una Car Accident: ગીર સોમનાથના ઉના શહેરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત (Una Car Accident) માં એક વૃદ્ધાનું ઘટના સ્થળ કરૂણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે પુર ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો હતો. નોંધનીય...
una car accident  ઊનામાં અકસ્માતના કાળજું કંપાવતા દ્રશ્ય  સિનિયર સિટીઝનને કચડી કાર દુકાનમાં ધુસી
Advertisement

Una Car Accident: ગીર સોમનાથના ઉના શહેરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત (Una Car Accident) માં એક વૃદ્ધાનું ઘટના સ્થળ કરૂણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે પુર ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો હતો. નોંધનીય છે કે, આ અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંધ દુકાનની બહાર સુતેલા વ્યક્તિને કાર ચાલકે કચડી દીધો હતો. સીસીટીવી પ્રમાણે વાત કરવામાં આવે તો દુકાનની બહાર સુતેલા સિનિયર સિટીઝનને કચડી કાર દુકારનમાં ઘુસી ગઈ હતી.

ગંભીર માર્ગ અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

તમને જણાવી દઇએ કે, ગીર સોમનાથના ઉના શહેરમાં થયેલ ગંભીર માર્ગ અકસ્માત (Una Car Accident) ના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. અત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે કાર કોઈ ડોક્ટરની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે કારમાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ પણ જોવા મળ્યું છે. અત્યારે કારમાં સવાર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે, દુકાન બહાર સૂતેલા વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, પૂરપાટ ઝડપે SUV કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ SUV કાર ડોક્ટરની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

Advertisement

અકસ્માત સમયે કારમાં 9 લોકો સવાર હતા

મહત્વની વાત એ છે કે, કારમાંથી ગુજરાત સરકાર લખેલું બોર્ડ મળ્યું છે. નોંધનીય છે કે, ઉના પોલીસ મોડેથી પહોંચી હોવાનો આરોપ લાગી રહ્યો છે. કારમાં સવાર કેટલાક લોકોને પણ ઈજાઓ પહોંચી હોવાની જાણકારી સામે આવી છે. આ સાથે અકસ્માત સમયે કારમાં 9 લોકો સવાર હતા. વિગતો એવી સામે આવી છે કે, દુર્ઘટના વખતે કારની રૂફટોપ પર બાળક ઉભું હતું. નોંધનીય છે કે, ઉના શહેરમાં જાહેર બાગ સામે આવેલ કોમ્પલેક્ષની બંધ દુકાનની બહાર અચાનક પુર પાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા સુતેલા સિનિયર સિટીઝનને કચડી ધડાકાભેર કાર દુકાનમાં ધુસી હતી.

Advertisement

કારમાં ગવમેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ પણ મળી આવ્યું

નોંઝનીય છે કે, આ એસયુવી કાર કોઈ ડોક્ટરની હોવાનું અનુમાન છે, તેની સાથે સાથે કારમાં ગવમેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ પણ મળી આવેલ છે. જેથી ગાડી સરકારી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. પરંતુ ગોઝારા અકસ્માતમાં એક વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. આ આ સાથે કારમાં મહિલાઓ અને બાળકો સહિત 9 લોકો સવાર હતા. જેમથી કેટલાકને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Rajkot: તમે કહેશો વાહ! એસ.ટી બસને આ ડ્રાઈવરે બનાવી દીધી એમ્બ્યુલન્સ

આ પણ વાંચો: PORBANDAR : ઘેડ પંથકમાં દીપડાની દહેશત સામાન્ય બની; પશુઓના મારણ કરનાર દિપડો પાંજરે પુરાયો

આ પણ વાંચો: HIMATNAGAR : રખડતા ઢોરનો આતંક! રમતા બાળક ઉપર ગાયનો હુમલો, બાળક થયું લોહીલુહાણ

Tags :
Advertisement

.

×