ગોંડલમાં SMC દરોડો પાડી કન્ટેનરમાંથી 800થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડી
અહેવાલ -વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલના ગુંદાળા ગામ નજીક વેરહાઉસમાં SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)એ દરોડો પાડ્યો હતો. જ્યાં 800થી વધુ વિદેશી દારૂની પેટીનો જથ્થો ઝડપી પાડવામાં સ્ટેટ મોનીટરીંગ સેલને સફળતા મળી હતી. ગોંડલ ના ગુંદાળા થી પાટીદળ જવાના રોડ પર આવેલ...
Advertisement
અહેવાલ -વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલના ગુંદાળા ગામ નજીક વેરહાઉસમાં SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)એ દરોડો પાડ્યો હતો. જ્યાં 800થી વધુ વિદેશી દારૂની પેટીનો જથ્થો ઝડપી પાડવામાં સ્ટેટ મોનીટરીંગ સેલને સફળતા મળી હતી.
ગોંડલ ના ગુંદાળા થી પાટીદળ જવાના રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ નામના 3 નંબર ના વેર હાઉસ માં SMC નાં DYSP કામરીયાનાં માર્ગદર્શન હેઠળ SMC ના સ્ટાફે દરોડો પાડી 800 પેટી થી વધારે વિદેશી દારૂ, એક કન્ટેનર અને ખાનગી કુરીયર કંપનીનું વાહન જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રિદ્ધિ સિદ્ધિ નામના વેર હાઉસ નું ગોડાઉન ભાડે રાખીને વિદેશી દારૂ નું કટિંગ કરવામાં આવતું હતું આરોપી દિનેશ કેશારામ મારવાડી અને સંદીપ મારવાડી સહીતનાઓ એ ગોડાઉન ભાડે રાખેલ હતું.
ગોંડલ તાલુકા વિસ્તારમાં SMC એ ચોથો દરોડો પાડ્યો હતો
ગોંડલ તાલુકા વિસ્તારમાં SMC દ્વારા સૌ પ્રથમ બેટાવડ, કમઢીયા, બીલીયાળા અને આ ગુંદાળા પાસે ચોથા દરોડા માં 800 થી પણ વધારે વિદેશી દારૂની પેટી ઝડપી પાડી છે.
દરોડામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો
SMC DYSP કામરીયા, PSI આઈ.એસ રબારી સહિત ની ટીમે દરોડો પાડી ગોંડલ તાલુકાના ગુંદાળા થી પાટીદડ જવાના રોડ પર રિદ્ધિ સિદ્ધિ વેરહાઉસ -3 નંબરના ગોડાઉનમાં વિદેશી દારૂ ઝડપાયો જેમાં 14336 બોટલ રૂ.46,09,735, એક ટ્રક અને એક કુરિયર વેન રૂ. 42,00,000/- મળી કુલ મુદામાલ 88,09,735 ના મુદામાલ સાથે 3 શખ્સો દિનેશ કેશારામ મારવાડી રહે રાજસ્થાન (ગોડાઉન ભાડે રાખી દારૂ ની કટિંગ કરનાર), સંદીપ મારવાડી રહે ઝાલોરી, રાજસ્થાન (ગોડાઉન ભાડે રાખી દારૂનો ધંધો કરવામાં ભાગીદાર), અનિલ બીસનોઈ રહે ઝાલોરી રાજસ્થાન (દારૂ ના ધંધા માં મુખ્ય ભાગીદાર) ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા.
Advertisement


