Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ અંતર્ગત માટી એકત્ર કરવાનું શરુ કરાયું

અહેવાલ---આનંદ પટણી, સુરત મારી માટી મારા દેશ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરમાં આજથી દરેક વોર્ડમાં એક એક ટેમ્પો ફરશે અને આ ટેમ્પામાં તમામ ઘરોની ચપટી ચપટી માટી અથવા તો ચપટી ચોખા લેવામાં આવશે અને આ તમામ કળશને દિલ્હી ખાતે મોકલવામાં આવશે.આ...
સુરતમાં મારી માટી  મારો દેશ કાર્યક્રમ અંતર્ગત માટી એકત્ર કરવાનું શરુ કરાયું
Advertisement

અહેવાલ---આનંદ પટણી, સુરત

મારી માટી મારા દેશ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરમાં આજથી દરેક વોર્ડમાં એક એક ટેમ્પો ફરશે અને આ ટેમ્પામાં તમામ ઘરોની ચપટી ચપટી માટી અથવા તો ચપટી ચોખા લેવામાં આવશે અને આ તમામ કળશને દિલ્હી ખાતે મોકલવામાં આવશે.આ કળશ યાત્રાને આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે લીલી ઝંડી આપી સુરત શહેરના 30 વોર્ડ માટે 30 ટીમ રવાના કરી હતી.

Advertisement

Advertisement

મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ

સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશની તમામ જગ્યાની માટી એક જગ્યાએ એકઠી કરવામાં આવશે તે અનુસંધાને સુરતમાં આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર

રીંગરોડ પર આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,મંત્રી મુકેશ પટેલ તેમજ મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ કોર્પોરેટર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં 30 શણગારાયેલા કળશના ટેમ્પા સુરત શહેરના 30 વોર્ડમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી મંત્રી મુકેશ પટેલે લીલી ઝંડી આપી કળશ યાત્રાના 30 ટેમ્પા ને રવાના કર્યા હતા.

એક વિધાનસભા દીઠ એક કળશ દિલ્હી ખાતે મોકલવામાં આવશે

આ કળશ યાત્રાના ટેમ્પો સુરત શહેરના વિવિધ વોર્ડમાં ઘરે ઘરે જઈ માટી એકત્ર કરશે. જો કોઈ વ્યક્તિ માટી નથી આપી શકતો તો તે વ્યક્તિ ચપટી ચોખા પણ આ કળશમાં મૂકી શકે છે.આ માટી એકત્ર થયા બાદ એક વિધાનસભા દીઠ એક કળશ દિલ્હી ખાતે મોકલવામાં આવશે અને દિલ્હી ખાતે બની રહેલા સ્ટેચ્યુમાં આ માટીનો ઉપયોગ કરવામાં આવશે.

યાત્રાનો પ્રારંભ

ભારતના તમામ ઘરોમાંથી માટી એકત્ર કરી આ સ્ટેચ્યુનું નિર્માણ થશે જેથી આ સ્ટેચ્યુ ભારત ભરના તમામ જગ્યાની માટીથી નિર્માણ પામશે. ગુજરાતમાં તમામ જગ્યાએ નેતાઓને જવાબદારી પણ આપી દેવામાં આવી છે ત્યારે સુરત થી 30 કળશ ટેમ્પા નો પ્રસ્થાન કરાવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો----ગોંડલમાં રમતા-રમતા પાણીની કૂંડીમાં પટકાયેલી દોઢ વર્ષની બાળકીનું અંતે મોત

Tags :
Advertisement

.

×