SURAT : અડાજણ વિસ્તારમાં આવેલા પરશુરામ ગાર્ડન પાસે વેપારીના ઘરે ચાર તસ્કરોએ મારામારી કરી લૂંટ આચરી
અહેવાલ - રાબિયા સાલેહ ચાર શખ્સો દ્વારા આઠ માસ અગાઉ મહારાષ્ટ્ર ખાતે આટા મિલની અંદર બે કરોડની રૂપિયાની લૂંટ લેતી-દેતીમાં શરૂ થઈ હતી,જે બાદ એ ગુનેગારોએ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વેપારીને ને ત્યાં મોબાઈલ ની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઇ...
Advertisement
અહેવાલ - રાબિયા સાલેહ
ચાર શખ્સો દ્વારા આઠ માસ અગાઉ મહારાષ્ટ્ર ખાતે આટા મિલની અંદર બે કરોડની રૂપિયાની લૂંટ લેતી-દેતીમાં શરૂ થઈ હતી,જે બાદ એ ગુનેગારોએ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વેપારીને ને ત્યાં મોબાઈલ ની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઇ ગયા હતા,પરંતુ પોલીસે મામલાની ગંભીરતા સમજી ચાર આરોપીઓની ગણતરીના કલાકોમાં જ નાકાબંધી કરી ધરપકડ કરી જેલના હવાલે કરી દીધા હતા. બીજી બાજુ લોકોમાં ભય ઊભો કરનાર આરોપીઓનું અડાજણ પોલીસે જાહેરમાં સરઘસ કાઢી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પરશુરામ ગાર્ડન પાસે સનલાઈટ રેસીડેન્સીમાં રહેતા સચિનભાઈ નામના વેપારીના ઘરે ચાર જેટલા શખ્સો ઘસી આવ્યા હતા. જે શખ્સો દ્વારા સચિનભાઈ જોડે મારામારી અને ઝપાઝપી કરવામાં આવી હતી ત્યાર બાદ વેપારીને માર મારી મોબાઇલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ઘટના અંગેની જાણ થતાં અડાજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસ આવે તે પહેલા તમામ શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે સચિનભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી શહેરમાં નાકાબંધી કરી દીધી હતી.જ્યાં ગણતરીના કલાકોમાં જ ચારે શખ્સોની ઝડપી પાડી અડાજણ પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા હતા. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આઠ મહિના પહેલા વેપારી સચીનભાઈ અને આરોપીઓ દ્વારા મહારાષ્ટ્ર ખાતે આટા મિલ નાખવામાં આવી હતી. જે ભાગીદારીમાં બે કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોઈ કારણોસર આ ભાગીદારી છૂટી પડી ગઈ હતી.
વેપારી સચિન ભાઈ પાસે આરોપીઓએ રૂપિયા લેવાના નીકળતા હોવાથી આરોપીઓ દ્વારા સુરત આવી પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી, હાલ આરોપીઓની પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.એટલું જ નહીં પરંતુ ઝડપાયેલા આરોપીઓનું અડાજણ પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢી ઘટનાનું રિકન્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.


