Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત પોલીસે ઓપરેશન મિર્ઝાપુર પાર પાડ્યું, વાંચો અહેવાલ

અહેવાલ - રાબિયા સાલેહ , સુરત સુરત પોલીસે ઓપરેશન મિર્ઝાપુર પાર પાડ્યું છે. પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ત્રણ દિવસ સાયકલ ઉપર રેકી કરી ખુખાર ગુનેગારને પકડી જેલ ના સળિયા પાછળ ધકેલી ધીધો છે. ૨૦૦૯ માં આનંદ ચીકના અને ખૂંખાર...
સુરત પોલીસે ઓપરેશન મિર્ઝાપુર પાર પાડ્યું  વાંચો અહેવાલ
Advertisement

અહેવાલ - રાબિયા સાલેહ , સુરત

સુરત પોલીસે ઓપરેશન મિર્ઝાપુર પાર પાડ્યું છે. પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ત્રણ દિવસ સાયકલ ઉપર રેકી કરી ખુખાર ગુનેગારને પકડી જેલ ના સળિયા પાછળ ધકેલી ધીધો છે. ૨૦૦૯ માં આનંદ ચીકના અને ખૂંખાર સાગરીત ગોવિંદ મૌર્યનો સુરતના કેટલાક વિસ્તારોમાં આતંગ મચાવતા હતા. લૂંટ, ખંડણી અને હત્યા સહિતના ગુના કરી તેઓ લોકો પર ધાંક જમાવતા.

Advertisement

આનંદ ચીકનાના ખૂંખાર સાગરીત એવા ગોવિંદ મૌર્યને કાપોદ્રા પોલીસ તેના વતન ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી ઊંચકી લાવી છે. ગોવિંદને આજીવન કેદની સજા થતાં તે જેલમાં હતો પરંતુ થોડા મહિના અગાઉ તેં પેરોલ લઇ ભાગી છૂટયો હતો. જેથી એવા ખૂખાર ગુનેગારને પકડવા માટે સુરત પોલીસે ખાખીનો ડ્રેસ કોર્ટ બદલી મજૂરનો વેશ ધારણ કરી ત્રણ દિવસ સાયકલ ઉપર રેકી કરી તેના સગડ મેળવ્યા અને ત્યાર બાદ તેને પકડી સુરત લાવી કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસનું ઑપરેશન મિર્ઝાપુર ને પોલીસે કેવી રીતે અંજામ આપ્યો.

Advertisement

૨૦૦૯માં સુરતના કડોદરા વિસ્તારમાં કુખ્યાત આનંદ ઉર્ફે ચીકના પંડિત અને તેની ગેંગ ખંડણીખોર તરીકે આતંક મચાવી રહી હતી. લોકોમાં દહેસત ફેલાવી રહી હતી. તારીખ ૨૧મી માર્ચે આનંદ ચીકના અને ગોવિંદ અવધેશ મૌર્યએ વરેલીમાં જયા અને રવિને ત્યાં હવામાં અંધાધૂંધ ગોળીબાર કરી આતંક મચાવ્યા બાદ તાતીથૈયામાં એસ્સાર પેટ્રોલપંપ સામે મોબાઇલના વેપારી મનોજ ઉર્ફે થાનસિંહ કોમલસિંહ રાજપૂતની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. જો કે આ હત્યા કર્યા બાદ હત્યાના ગુનામાં ગોવિંદને આજીવન કેદની સજા થઇ હતી. ઘણા વખતથી ગોવિંદ મૌર્ય સુરત શહેરની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ હતો. ત્યાર બાદ ગોવિંદ મૌર્ય 6 મે, ૨૦૨૩એ પંદર દિવસની પેરોલ રજા લઇ વતન ભાગી છૂટ્યો હતો. છેલ્લા સાડા ચાર મહિનાથી આરોપી ગોવિંદ ફરાર હતો. આ કેદીએ જેલમાં કાપોદ્રા વિસ્તારનું સરનામું લખાવ્યું હતું. જેથી સુરતની લાજપોર જેલના સત્તાધીશોએ આ પ્રકરણમાં કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસને આરોપી તેના વતન મિર્ઝાપુરના સિક્કા ગામે રહેતો હોવાની જાણ થઈ હતી.

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર પહાડી વિસ્તારમાં આવેલા ગામમાં પોલીસ તરીકે જઇ આરોપીને સીધો પકડવો મુશ્કેલ હતો. એ.એસ.આઇ. પંકજ, કોન્સ્ટેબલ ઘેલાભાઇ અને અર્જુનસિંહે આરોપીના વતનમાં આરોપીના સ્થાનિકો જેવો એટલે કે સ્થાનિક મજૂરનો પહેરવેશ ધારણ કર્યો,ઉત્તર પ્રદેશ જના રેહન સહન જેવી પાઘડી અને ત્યાંના મજુરો જેવા કપડાં પહેરી ભાડાની સાઇકલ લઈ તેના ઉપર રેકી કરી તેને દબોચી લીધો હતો. આ સમગ્ર ઑપરેશન મિર્ઝાપુરને સુરતમાં બેઠા બેઠા પી.એસ.આઇ પી.જી.દાવડા મદદ કરી રહ્યા હતા. આ ઑપરેશન પર ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ વોચ રાખી રહ્યા હતા.

મિર્ઝાપુરમાં જઇ ત્યાંની બોલી બોલવું ખૂબ જ જરૂરી હતું. કારણ કે આખરે સુરતી પોલીસ હતી અને જો પોલીસ ઉત્તર પ્રદેશમાં ગુજરાતની સુરતી બોલી તો તેઓ પોલીસ છે. એવી જાણ થતા વાર ના લાગે પરંતુ આ તો સુરતની સ્માર્ટ પોલીસ હતી. જેથી વેશ પલટો કરીને આખરે આરોપીને સાથે લઈને તેઓ સુરત આવ્યા છે. આરોપીને પકડવા માટે વેશ પલટો કરવામાં તો આવ્યો પરંતુ ત્યાંની બોલી બોલવાની સાથે ત્યાંનો જે રહેણાંક વિસ્તાર છે. ત્યાં રહી ત્યાં સાયકલ ચલાવી ત્યાંની જે ખાણી પીળી છે. તેની સાથે પોતાનો ગુજરાન ચલાવી ઘણી મુશ્કેલીઓ બાદ આરોપીને પકડી પાડ્યો હતો.

આમ તો સુરત પોલીસ દ્વારા આડે દિવસે સરાહનીય કામગીરી કરવામાં આવે છે ,એમાં કોઈ બેમત નથી. અનેક મસ્ત મોટા અને રિસ્કી ઓપરેશનો સુરતની પોલીસ દ્વારા પાર પાડવામાં આવે છે. પંરતુ આ વખતે મિર્ઝાપુરમાં કઈક અલગ અંદાજ પોલીસનો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવતી હોય છે. જોકે, તેમાં કેટલીક વખત આરોપી સતર્ક થઈને ભાગી જવાનો પણ ભય રહે છે. સાથે જ આરોપી દ્વારા પોલીસ પર હુમલો કરવાના જોખમ રહેલું હોય છે. તેવામાં પોલીસ દ્વારા અવનવા સ્વાંગ રચવામાં આવતા હોય છે. આ પહેલા પણ સુરત પોલીસે શહેર અને રાજ્ય બહાર આરોપીઓને પકડવા માટે સેલ્સમેનથી લઈને રિક્ષાચાલક તથા સાધુઓના પણ વાઘા ધારણ કરી અનેક ઓપરેશનને અંજામ આપી આરોપી ને જેલ ભેગો કર્યો છે.

આ પણ વાંચો - સુરતમાં ક્લસ્ટર અને વેસ્ટઝોનની ટેકવોન્ડોની રમતનું આયોજન, લગભગ ૭૦૦ જેટલાં બાળકોએ ભાગ લીધો

Tags :
Advertisement

.

×