SURAT : સુરતીલાલાઓએ યોગા, એરોબિક્સ અને ઝુંબાથી કરી શિયાળાના સવારની સ્ફૂર્તિ વાળી શુરૂઆત
અહેવાલ - રાબીયા સાલેહ મોટાભાગના લોકો આજકાલ ખૂબ વ્યસ્ત જીવન જીવી રહ્યા છે, જે બાદમાં થાક લાગતા થાક તેમના માટે તળાવનું કારણ બને છે. જેથી તેઓ વિવિધ રોગોનો શિકાર થાય છે. આમ તો સુરતીલાલાઓની સવાર મોડી પડતી હોય છે, પરંતુ...
Advertisement
અહેવાલ - રાબીયા સાલેહ
મોટાભાગના લોકો આજકાલ ખૂબ વ્યસ્ત જીવન જીવી રહ્યા છે, જે બાદમાં થાક લાગતા થાક તેમના માટે તળાવનું કારણ બને છે. જેથી તેઓ વિવિધ રોગોનો શિકાર થાય છે. આમ તો સુરતીલાલાઓની સવાર મોડી પડતી હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં પોતાને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા વહેલા ઊઠીને સુરતી લાલાઓ કસરત કરવાનું પસંદ કરે છે. શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા લોકો યોગા, એરોબિક્સ અને ઝુંબા કરી શરીરને એક્ટિવ રાખવા સાથે આનંદ લઈ રહ્યા છે, જેનાથી આખો દિવસ શરીરને સ્ફ્રુતી મળે છે અને શરીર ચુસ્ત અને તંદુરસ્ત રહે છે.
પ્રાચીન કાળથી કસરતને શરીર સ્વસ્થ રાખવા માટેનો સૌથી સરળ અને કારગત ઉપાય માનવામાં આવે છે. જેથી શિયાળામાં સવારે કસરત કરવાથી કેન્સર અને હાર્ટ અટેકની બીમારી સહિતના અન્ય રોગોથી બચી શકાય છે. એ સિવાય પણ ઘણા બધા ફાયદા થાય છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લેક ગાર્ડનમાં 150 થી વધુ લોકો કસરત કરવા માટે જાય છે. ગ્રુપ સાથે એરોબિક્સ અને ઝૂંબા કરી તેઓ આનંદ પણ મળે છે. સવારે ઊઠીને સુરતી લાલાઓ પહોંચી જાય છે, લેક ગાર્ડન જ્યાં તેઓ પ્રાણાયામ અને યોગા કરી શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે પ્રયાસ કરે છે.
આ અંગે કેટલાક સુરતીલાલઓએ જણાવ્યું હતું કે, કસરત કરવાથી આખો દિવસ શરીર એનર્જી યુક્ત રહે છે, અને એરોબિક્સ કરવાથી આનંદ રહે છે. 100 થી 150 વ્યક્તિ પુરુષ અને લેડીઝ આમ બધા સાથે મળીને લેખમાં આવેલા આઇલેન્ડ છે. જ્યાં રેગ્યુલર સાત થી આઠ એક કલાક એક્સરસાઇઝ કરે છે. આ ગ્રુપમાં કોઈ ડોકટર તો કોઈ શિક્ષક તો સ્ટુડન્ટ પણ છે. તેઓ કહે છે કે હવે ના જમાનામાં આવનાર દિવસમાં જે કસરત નહીં કરે તો તમે સાંભળતા જજો કે નાની એજમાં 30, 32 અને 35 વર્ષમાં જે હાડ અટેકની પ્રોબ્લેમ , કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે.
આજના વયસ્ત જીવનમાં સાયકોલોજીકલ માનસિક સ્ટ્રેસ આવે છે, જે બાદ નાની ઉંમરમાં લોકો સુસાઇડ પણ કરી લે છે. જેથી સવારે ઉથીને કસરત કરવાથી કમસે કમ તમારા હાર્ટ પ્રોબ્લેમ સાયકોલોજીકલ પ્રોબ્લેમ આ બધા ઘણા સોલ્વ થાય એટલે રેગ્યુલર કમસેકમ રોજની 30 મિનિટે કાઢીને કસરત કરવી જોઈએ. એરોબિક એક્સરસાઇઝ કરવાથી શરીરનું આખું બ્લડ સર્ક્યુલેશન થાય છે. એક્સરસાઇઝ કરવાથી મેન્ટલ સ્ટેટસ જનવાઇ રહે છે ,આખો દિવસ ખુશ રહી શકાય છે. જેથી સુરતીલાલઓ માને છે કે, સવારે ઉઠીને પ્રાણાયામ યોગ અને પ્રાણાયામ એક્સરસાઇઝ કરવી જ જોઈએ જેનાથી શરીર ચુસ્ત અને શરીરમાં તંદુરસ્ત રહેવા સાથે મજા આવે છે.
આ પણ વાંચો -- ડભોઇમાં નરાધમ પશુઓની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ


