સ્વછતા અભિયાન અંતર્ગ રાજ્યના DG સમશેર સીંગે કડોદરા પોલીસ મથકની મુલાકાત લીધી
અહેવાલ - ઉદય જાદવ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં સ્વછતા અભિયાન કાર્યક્રમ ચલાવામા આવી રહ્યો છે. રાજ્યની શાળાઓ, સરકારી કચેરીઓ, પોલીસ મથકો સહિત વિવિધ જાહેરાત સ્થળોએ અધિકારીઓ,પદાધિકારીઓ,ધારાસભ્યો, સાંસદ સભ્યો જાતે જઈ સફાઈ કરી રહ્યા છે અને કચેરીઓનુ નિરીક્ષણ...
Advertisement
અહેવાલ - ઉદય જાદવ
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં સ્વછતા અભિયાન કાર્યક્રમ ચલાવામા આવી રહ્યો છે. રાજ્યની શાળાઓ, સરકારી કચેરીઓ, પોલીસ મથકો સહિત વિવિધ જાહેરાત સ્થળોએ અધિકારીઓ,પદાધિકારીઓ,ધારાસભ્યો, સાંસદ સભ્યો જાતે જઈ સફાઈ કરી રહ્યા છે અને કચેરીઓનુ નિરીક્ષણ કરી રહ્યા છે.
સ્વછતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ રાજ્યના DG (કાયદો અને વ્યવસ્થા )સમશેર સીંગ એ સુરત જિલ્લાના સૌથી અતિ-આધુનિક કડોદરા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. DG એ સમગ્ર પોલીસ મથકનુ નિરીક્ષણ પણ કર્યું હતું અને મીડિયાને સંબોધન કર્યું હતું. DG એ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસ લોક પ્રશ્નોને લઇ ખુબ જ જાગૃત છે.
વધુમા DG એ જણાવ્યું હતું કે-પાસપોર્ટ વેરિફિકેશન બાબતે નવો GR જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસે મથકે આવવાની જરૂર નથી. ઉપરાંત પોલીસ દ્વારા જો કોઈ હેરાનગતિ કરવામાં આવે તો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા 100 નંબર અથવા 112 નંબર પર અરજદાર ફરિયાદ કરી શકે છે.


