Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TET-1નું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ

અંદાજે 87 હજાર ઉમેદવારોની આતુરતાનો અંત, TET-1નું પરિણામ જાહેર થયું છે જે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022-23નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org પર જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે....
tet 1નું પરિણામ જાહેર  બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ
Advertisement

અંદાજે 87 હજાર ઉમેદવારોની આતુરતાનો અંત, TET-1નું પરિણામ જાહેર થયું છે જે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022-23નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org પર જાહેર કરવામાં આવ્યું છે.

શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાઈ હતી. ટેટ 1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. ઉલ્લેખનિય છે કે, અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપી હતી.

Advertisement

TET પરીક્ષા પાસ કર્યા પછી, તમે ધોરણ 1 થી 8 સુધીની કોઈપણ સરકારી શાળામાં શિક્ષક બનવા માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે, રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ખૂબ તૈયારીઓ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો : અસામાજિક તત્વો બન્યા બેફામ, પાલડીમાં યુવકની હત્યા, CCTV આવ્યા સામે

Tags :
Advertisement

.

×