Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસમાં હજુ પણ રાજીનામાંનો દૌર રહેશે યથાવત : ચિરાગ પટેલ

કોંગ્રેસના ખંભાતથી ધારાસભ્ય બનેલા ચિરાગ પટેલના રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં આજે ગરમાવો જોવા મળ્યો છે. આજે સવારથી જ ચિરાગ પટેલના રાજીનામું આપશે તેવી અટકળો હતી. આખરે તેમણે આ અટકળોની સાચી સાબિત કરી રાજીનામું આપી દીધું છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ...
કોંગ્રેસમાં હજુ પણ રાજીનામાંનો દૌર રહેશે યથાવત   ચિરાગ પટેલ
Advertisement

કોંગ્રેસના ખંભાતથી ધારાસભ્ય બનેલા ચિરાગ પટેલના રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં આજે ગરમાવો જોવા મળ્યો છે. આજે સવારથી જ ચિરાગ પટેલના રાજીનામું આપશે તેવી અટકળો હતી. આખરે તેમણે આ અટકળોની સાચી સાબિત કરી રાજીનામું આપી દીધું છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેનો સ્વીકાર પણ કર્યો છે. કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

રાજીનામાં બાદ શું બોલ્યા ચિરાગ પટેલ ?

Advertisement

ચિરાગ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું કે, મારા રાજીનામાં આપવા પાછળ એક નહીં ઘણા કારણો છે. પાર્ટીમાં ઘણી કમીઓ છે પણ જો હું મુખ્યત્વે વાત કરું કે, જ્યારે આપણો દેશ વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યો છે, સાથે જે રીતે આપણા દેશનો વિકાસ થઇ રહ્યો છે તે અમુક લોકોને એટલે કે અમારા કોંગ્રેસના કેન્દ્રિય નેતાઓને દેખાતો નથી. એક વર્ષ પૂર્ણ થયું અને આ એક વર્ષમાં ઘણી ગૂંગળામણ અનુભવી છે. પાર્ટીમાં ન તો કોઇ સંકલન છે અને સંચાલનનો પણ ઘણો અભાવ છે.

Advertisement

કોંગ્રેસનું કેન્દ્રિય નેતૃત્વ AC કેબિનમાંથી બહાર નથી આવતું : ચિરાગ પટેલ

ચિરાગ પટેલે આગળ કહ્યું કે, કોંગ્રેસમાં હજુ પણ ઘણા ધારાસભ્યો નારાજ છે. અનેક સાથીઓ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. દિવસેને દિવસે કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી ચુકી છે. વળી તેમણે કોંગ્રેસના કેન્દ્રિય નેતૃત્વ પર પ્રહાર કરતા કહ્યું કે, દિલ્હી કોંગ્રેસના નેતાઓ AC કેબિનમાંથી બહાર આવતા જ નથી. પાર્ટીમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે. જ્યારે દેશહિતની વાત થાય છે તો ત્યારે કોંગ્રેસ પાર્ટી પાછળ જ રહી જાય છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસથી નારાજ ઘણા ધારાસભ્યો આવનારા સમયમાં રાજીનામું આપી શકે છે.

કોંગ્રેસ ભગવાન રામના નામે એક શબ્દ નથી બોલતું : ચિરાગ પટેલ

ચિરાગ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને તમામ બાબતે માત્ર વિરોધ કરવાની આદત પડી ગઇ છે. તેને દેશનો વિકાસ નથી દેખાઇ રહ્યો. તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસના સિનિયર નેતાઓ ઘરડા થઇ ગયા છે. લોકસભાની ચૂંટણી સુધી કોંગ્રેસમાં કોઈ નહીં રહે. દેશનો વિકાસ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને નથી દેખાતો. આ સાથે ચિરાગ પટેલે વડાપ્રધાન મોદીના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, PM મોદી દેશહિતમાં નિર્ણય લે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી દેશ હિતની વાતમાં પાછળ રહે છે.

આ પણ વાંચો - લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×