Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માધાપરમાં નવરાત્રીની ઉજવણીમાં શણગારે સૌનું મન મોહી લીધું

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ નવરાત્રી પર્વને લઈને આયોજકો કઈક અલગ જ આકર્ષણો ઉભા કરે છે. ત્યારે માધાપરમાં ગરબાના આયોજકોએ લાઇટિંગ ઈટાલિયન સ્ટાઈલની રાખતા લોકો હોંશે હોંશે અહીં આવી રહ્યા છે. અને ગરબા શોખીનોને આકર્ષવા માટે અવનવા પ્રયોગો પણ આયોજકો...
માધાપરમાં નવરાત્રીની ઉજવણીમાં શણગારે સૌનું મન મોહી લીધું
Advertisement

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ

નવરાત્રી પર્વને લઈને આયોજકો કઈક અલગ જ આકર્ષણો ઉભા કરે છે. ત્યારે માધાપરમાં ગરબાના આયોજકોએ લાઇટિંગ ઈટાલિયન સ્ટાઈલની રાખતા લોકો હોંશે હોંશે અહીં આવી રહ્યા છે. અને ગરબા શોખીનોને આકર્ષવા માટે અવનવા પ્રયોગો પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યા છે. ભુજ તાલુકાના માધાપર ખાતે પણ 42 વર્ષથી થતી નવરાત્રીની ઉજવણીમાં આ વખતે 1.5 લાખ જેટલા ઇટાલિયન બલ્બ દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે.

Advertisement

કચ્છના પાટનગર ભુજ નજીકના માધાપર ગામ ખાતે છેલ્લા 42 વર્ષથી નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. દર વખતે કંઈક અલગ જ કરવા માટે પ્રખ્યાત માધાપરની શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળના આયોજકોએ આ વખતે માત્ર કચ્છ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં પહેલીવાર 1.5 લાખ ઇટાલિયન બલ્બ સાથે કરેલો શણગાર આકર્ષણ જમાવી રહ્યો છે. અગાઉ પણ માધાપરના આ ગરબી કચ્છની શ્રેષ્ઠ નવરાત્રીનું પારિતોષિક મેળવી ચૂકી છે. આ ગરબીમાં ઇટાલિયન શણગાર સાથે 40 હજાર ઇન્ડિયન બલ્બનો પણ શણગાર કરવામાં આવ્યો છે.

Advertisement

માધાપરના શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળના પ્રમુખ અરજણભાઇ ભુડિયાના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માધાપરના જ જાદવજી ભુડિયા અને નારણ ભુડિયા દ્વારા આ ખાસ ઇટાલિયન બલ્બ લાવવામાં આવ્યા છે. માધાપર એટલે કે જ્યાં સૌથી વધુ NRI લોકો રહે છે અને મોટા ભાગના પટેલ સમાજના લોકો વિદેશમાં રહે છે. લોકો તહેવાર દરમિયાન માધાપર આવીને અહીં રહેતા હોય છે. ત્યારે દર વર્ષે નવરાત્રીના તહેવારમાં વિશેષ ઉજવણી સાથે વિશેષ નજરાણું ઉભુ કરવામાં આવતું હોય છે.

માધાપર ગામ એટલે કે એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ. દર વર્ષે નવરાત્રીને લઈને અહીંના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વખતે અહીં અલગ અલગ આકર્ષણ ઊભા કરવામાં આવતા હોય છે. આ વર્ષે માધાપરના નવાવાસની મુખ્ય બજારને ઈટાલીયન શૈલીથી શણગારવામાં આવ્યું છે. નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયા બાદ દિવાળીનો તહેવાર આવશે જેને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે નવરાત્રીના નોરતામાં અહીં આધુનિક ઇટાલિયન લાઇટોના શણગારે સૌ કોઈનું મન મોહી લીધું છે. તે એક હકીકત છે.

આ પણ વાંચો -  અંબાજીમાં આવનાર માઈ ભક્તોનાં દર્શન અંબાજી એસ.ટી ડેપોને ફળ્યા

Tags :
Advertisement

.

×