Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દ.ગુજરાતમાં માવઠાથી ખેતીને થયેલા નુકસાનને લઇને સરકારે સહાય ચૂકવી

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત  હોળી ધૂળેટીના તહેવાર સમયે કમોસમી વરસાદે રાજ્યભરમાં વિનાશ વેર્યો હતો,જે બાદ ખેડૂતોની હાલત કફોડી બની હતી,ભર ઉનાળે વરસાદ પડતાં પાકને મસમોટું નુકશાન થયું હતું,૫૦ ટકા પાક સડી ગયો હતો,જ્યારે પાકના ૫૦ ટકા ભાવ પણ ના મળ્યા...
દ ગુજરાતમાં માવઠાથી ખેતીને થયેલા નુકસાનને લઇને સરકારે સહાય ચૂકવી
Advertisement

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત 

હોળી ધૂળેટીના તહેવાર સમયે કમોસમી વરસાદે રાજ્યભરમાં વિનાશ વેર્યો હતો,જે બાદ ખેડૂતોની હાલત કફોડી બની હતી,ભર ઉનાળે વરસાદ પડતાં પાકને મસમોટું નુકશાન થયું હતું,૫૦ ટકા પાક સડી ગયો હતો,જ્યારે પાકના ૫૦ ટકા ભાવ પણ ના મળ્યા હતા,કમોસમી વરસાદ થયા બાદ ખેડૂતોએ સરકારને કુદરતી આફતમાં મદદરૂપ થવા અંગેની રજૂઆત કરી હતી,કારણે કે ખેડૂતોને બહુ મોટુ નુકસાન વેઠવુ પડ્યુ હતું. ખેતરો નદીમાં ફેરવતા ખેડૂતો પર આભ તુટી પડયો હતો, જે બાદ ખેડૂતોની પરિસ્થિતિ સમજી સરકારે ખેડૂતોને સહાય આપવા સર્વેની કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી, હવે સર્વે બાદ ખેડૂતો ને સહાય મળતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement

Advertisement

દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હોળીના તહેવાર સમયે પડેલા કમોસમી વરસાદથી ખેતીપાકને થયેલા નુકસાન બદલ ૧૬૫ ખેડૂતોનો સરકારની નક્કી કરેલી ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો,જે બાદ સરકાર દ્વારા રૂપિયા ૩૯ લાખ ની સહાય ખેડૂતો ને ચૂકવવામાં આવી છે. ઉમરપાડાના ૧૩ ગામના ૧૯૫ ખેડૂત અને માંડવીના રૂપણ અને ગોદાવરી ગામના ૨ ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે.સુરતના ઉમ૨પાડામાં કમોસમી વરસાદથી ખેતીપાકને ભારે નુકસાન થયું હતું,જે બદલ ખેડૂતોને ૩૯ લાખની સહાય મળતા ખેડૂતો એ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

આ વખતે ભર ઉનાળે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં ખેતીપાકને બહુ મોટુ નુકસાન પહોંચ્યુ હતું. બીજી બાજુ ડાંગર, શાકભાજી સહિતના પાકને કરોડોનું નુકસાન થયું હતું.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઉનાળાના પ્રારંભે હોળી-ધુળેટીના તહેવાર ઉપર દક્ષિણ ગુજરાતમાં જોરદાર કમોસમી વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના ડોંગરી, નાના સુત ખડકા, ઉમ૨પાડા વડગામ,સકરા વડપાડા,બરડીપાડા, ,ઉમરદા, રૂઢી, દેવરૂપણ, ચીનીપાતળ સહિતના ગામોમાં સૌથી વધુ વરસાદ પડતાં ખેતીપાકને મોટા પ્રમાણ માં નુક્સાન થયું હતું. તેવી જ રીતે માંડવી તાલુકાના રૂપણ અને ગોદાવરીના બે ખેડૂતોનેના ખેતરો બરબાદ થયા હતા.

કમોસમી વરસાદ બાદ ખેતીપાકમાં નુકસાન થતાં રાજ્ય સરકાર ખેડૂતોની વહારે આવી હતી, માત્ર ખેતરો નહિ પરંતુ ખેતીના પાકની નુકશાનીનો સરવે કરવા આદેશ અપાયો હતો,જે બાદ સરકારના અધિકારી અને સુરત જિલ્લાની ખેતીવાડીની ટીમે પાક નુકસાનીનો સરવે કર્યો હતો. સરવેમાં ઉમરપાડાના ૧૩ ગામના ૧૯૫ અને માંડવીના ૨ ગામના એક-એક મળી બે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું સરવે રિપોર્ટ માં બહાર આવ્યું હતું.

ખેતીવાડી અધિકારી દ્વારા કરાયેલા સર્વેનો રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.આ રિપોર્ટ બાદ ગાંધીનગરથી ગ્રીન સિગ્નલ મળતાં જ ખેડૂતોને સહાય મળશે જેવી આશા જાગી હતી,જો કે હાલમાં જ ૩૯ લાખ રૂપિયાની સહાયના ચેક ખેડૂતોને વિતરણ કરી દેવામાં આવ્યા છે. જેમાંથી માંડવી તાલુકાના બે ખેડૂતોને ઓછું નુકસાન થયું હોવાથી તેઓને ૧૯,૧૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી.પરંતુ અન્ય ખેતરો નો વિનાશ થતાં સરકારે તમામ ને સરવે પ્રમાણેના રૂપિયા ની સહાય કરી છે.જે બાદ ખેડૂત એ સરકાર નો આભાર વ્યક્ત કર્યો છે..

Tags :
Advertisement

.

×