Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji : અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવેલાં પદયાત્રીની તબિયત લથડી, જાણો શું થયું

અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી શક્તિપીઠ ખાતે ભાદરવી મહાકુંભ શરૂ થવાના ગણતરીના કલાકો બાકી છે,ત્યારે અંબાજી મંદિર ખાતે ભક્તો દુરદુરથી માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી...
ambaji   અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવેલાં પદયાત્રીની તબિયત લથડી  જાણો શું થયું
Advertisement
અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી શક્તિપીઠ ખાતે ભાદરવી મહાકુંભ શરૂ થવાના ગણતરીના કલાકો બાકી છે,ત્યારે અંબાજી મંદિર ખાતે ભક્તો દુરદુરથી માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી ખાતે હાલમા વહિવટી તંત્ર તરફથી મેળાની સંપૂર્ણ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઈ છે,ત્યારે અંબાજી મંદિર ખાતે ચાચરચોકમાં અને અંબાજી તરફનાં વિવિઘ માર્ગો પર આરોગ્ય વિભાગ તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરી દેવાયા છે.
મોકડ્રીલ યોજાઇ
શુક્રવારે અંબાજી મંદિર ખાતે બપોરે દર્શન કરવા આવેલા એક માઈ ભક્ત ચાલતા ચાલતા અચાનક પડી જતા ચાચર ચોકમાં હાજર આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વ્હીલ ચેરમાં તેને પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ આ માઇ ભક્તને વધુ સારવાર માટે 108 મારફતે અંબાજી આધ્યશક્તિ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાબતે બનાસકાંઠા સીડીએમઓ ડો. દીપક પ્રણામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સમગ્ર ઘટના મોકડ્રીલ હતી અને અમારું આરોગ્ય કેન્દ્ર સતર્ક છે તે માટે આ મોકડ્રીલ યોજાઈ હતી. આમ આરોગ્ય વિભાગની સતર્કતા જોવા મળી મોકડ્રીલ મા.અંબાજી મંદિર ખાતે આરોગ્ય વિભાગે મોકડ્રીલ યોજી  હતી જેમાં ડો.દીપક પ્રણામી, સીડીએમઓ,બનાસકાંઠા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. કિરણ ગમાર, ડો. દિપક તરાલ,ડો. નિશા ડાભી સહીત આરોગ્ય વિભાગ નો સ્ટાફ હાજર રહ્યો હતો.
અંબાજી મંદિર ખાતે માઈ ભકતો માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ 
ભાદરવી મહાકુંભ ખાતે અંબાજી આવતા માઈ ભકતો માટે આરોગ્ય વિભાગ પણ સક્રિય જોવા મળી રહ્યુ છે જેમા અંબાજી તરફનાં વિવિઘ માર્ગો થી લઇને ગબ્બર, અંબાજી મંદિર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરેલ છે. માઈ ભક્તો માટે વિના મૂલ્યે દવાઓ અને સારવાર આપવા માટે ડોક્ટર સહીત સ્ટાફ 24×7 સાત દિવસ મહામેળામાં ફરજ પર જોવા મળી રહ્યાં છે.
Tags :
Advertisement

.

×