Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિધર્મીએ યુવતીના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ફસાવવાનો પ્રયાસ કર્યો, વાંચો અહેવાલ

અહેવાલ - આનંદ પટણી, સુરત ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી મોડલીંગના નામે મહિને 50 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી હિન્દૂ યુવતી પાસે ન્યૂડ ફોટા અને વીડિયોની માંગણી કરતા વિધર્મીની અડાજણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવતીના ઇન્સ્ટાગ્રામ પર વિધર્મીએ મેસેજ...
વિધર્મીએ યુવતીના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ફસાવવાનો પ્રયાસ કર્યો  વાંચો અહેવાલ
Advertisement

અહેવાલ - આનંદ પટણી, સુરત

ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી મોડલીંગના નામે મહિને 50 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી હિન્દૂ યુવતી પાસે ન્યૂડ ફોટા અને વીડિયોની માંગણી કરતા વિધર્મીની અડાજણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવતીના ઇન્સ્ટાગ્રામ પર વિધર્મીએ મેસેજ કરી ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ બાબતની જાણ યુવતીએ પરિવારજનોને કરતા હિન્દૂ સંગઠનના આગેવાનોની મદદ લેવામાં આવી હતી. જે બાદ અડાજણ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધી છટકું ગોઠવ્યું હતું. જ્યાં યુવતીને મળવા આવેલ વિધર્મીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી..

Advertisement

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામ ઉપર એક મેસેજ કર્યો હતો.જેમાં મહિને 50 હજાર કમાવવા હોય તો ન્યૂડ ફોટા અને વીડિયો મોકલવા પડશે તેવી વાત જણાવી હતી.શરૂવાત તો યુવતીએ આ શખ્સના મેસેજનો કોઈ જવાબ આપ્યો નહોતો. પરંતુ બાદમાં ફરી મેસેજ કરતા યુવતીએ તે મેસેજનો જવાબ આપ્યો હતો.જ્યાં બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ શરૂ થઈ હતી. બાદમાં આ શખ્સે યુવતીને અડાજણ મુકામે મળવા માટે બોલાવી હતી.જેથી યુવતીએ આ બાબતની જાણ પરિવારજનોને કરી હતી.

Advertisement

જેથી પરિવારે પણ હિન્દૂ સંગઠનના આગેવાનો નો સંપર્ક કરતા બનાવની જાણ અડાજણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે યુવતીની ફરિયાદના પગલે ગુનો નોંધી શખ્સને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. જ્યાં યુવતીને મળવા આવેલા શખ્સને પોલીસે દબોચી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી હતી.જ્યાં આરોપીએ પોતાની વિધર્મી તરીકેની ઓળખ પણ છુપાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં આરોપીનું નામ "રેહાન"હોવાનું બહાર આવ્યું હતું.જ્યાં આરોપીના મોબાઈલ અંગેની તપાસ કરતા તેમાંથી કેટલીક શંકાસ્પદ બાબતો પણ સામે આવી હતી. જ્યાં હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - મોરબીમાં ત્રણ સ્પામાંથી કુટણખાનું ઝડપાયું

Tags :
Advertisement

.

×