Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતના રાંદેરમાં EWSના આવાસોમાં વસતા લોકોની જિંદગી નર્કાગાર, ગટરના ઉભરાતા પાણી વચ્ચે વીતી રહ્યુ છે જીવન

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત  રાંદેર ઝોનના બોટનિકલ ગાર્ડન નજીક શ્રીજી નગરી સામે બનેલા ગરીબ આવાસના કેમ્પસમાં છેલ્લા એક અઠવાડિયા થી ગટરના પાણી ઉભરાઇ રહ્યા છે.. જેને કારણે આવાસ ની 16 જેટલી બિલ્ડીંગમાં વસવાટ કરતા 256 પરિવારો નર્કાગાર જેવી જિંદગી જીવી...
સુરતના રાંદેરમાં ewsના આવાસોમાં વસતા લોકોની જિંદગી નર્કાગાર  ગટરના ઉભરાતા પાણી વચ્ચે વીતી રહ્યુ છે જીવન
Advertisement

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત 

રાંદેર ઝોનના બોટનિકલ ગાર્ડન નજીક શ્રીજી નગરી સામે બનેલા ગરીબ આવાસના કેમ્પસમાં છેલ્લા એક અઠવાડિયા થી ગટરના પાણી ઉભરાઇ રહ્યા છે.. જેને કારણે આવાસ ની 16 જેટલી બિલ્ડીંગમાં વસવાટ કરતા 256 પરિવારો નર્કાગાર જેવી જિંદગી જીવી જીવવા મજબૂર બન્યા છે. પ્રી મોન્સુનની કામગીરી થઇ હોવાના દાવા કરતી સુરત મહાનગર પાલિકાની બેદરકારી અને લાપરવાહીનો નમુનો ચોમાસુ શરૂ થાય તે પહેલા જ રોડ રસ્તા નહિ પરંતુ ગરીબ આવાસોમાં જોવા મળી રહ્યો છે, રાંદેર ઝોનમાં આવેલા ઇડબલ્યુના આવાસો વરસાદ પહેલા જ આવાસ નદીમાં ફેરવાયા હોય તેમ ગંદા ગટરના પાણી વચ્ચે આવાસવાસીઓ રહેવા મજબુર બન્યા છે.

Advertisement

Advertisement

ચોમાસા પહેલા સુરતમાં રોગાચાળો ફેલાવાની આશંકા સેવાઈ રહી છે. રાંદેર ઝોનમાં જાણે લોકો અદ્ર્શ્ય હોય તેમ કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે.વરસાદમાં બેક મારતી ગટરો વગર વરસાદે ઉભરાઈ રહી છે.સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સુન ની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહયા છે.

સુરતમાં વરસાદ આવા પહેલા જ જાણે ચોમાસુ બેસી ગયું હોય તેમ સુરતના રાંદેર ઝોનના બોટનિકલ ગાર્ડન નજીક આવેલા ઈડબ્લ્યુ આવાસના ગરીબ લાભાર્થીઓની હાલત કફોડી બની છે. છેલ્લા સાત દિવસથી સતત ગટર બેક મારી રહી છે અથવા તો ઉભરાઈ રહી છે.

પાલિકાના ગરીબ આવાસ કેમ્પસમાં ડ્રેનેજ ઉભરાતા બાળકોને આરોગ્યનું જોખમ ઉભુ થયું છે . ચોમાસા જેવો માહોલ થતાં લાભાર્થીઓ દ્વારા એક નહિ બે નહિ પરંતુ આઠ વખત ફરિયાદ કરવામાં આવી છે, છતાં પાલિકાના જાણે પેટનું પાણી નહિ હલતું હોય તેમ આવાસવાસીઓને રામ ભરોસે મૂકી દીધા છે.

ઇડબલ્યુ આવાસનું કેમ્પસ ડ્રેનેજના પાણીથી ઉભરાઈ રહ્યું છે,પાણીને કારણે ઇડબલ્યુ આવાસમાં રહેતા 256 જેટલા પરિવારોના આરોગ્ય સામે જોખમ ઉભુ થયુ છે..આ પરિવારોને ઘરની બહાર કઇ રીતે નીકળવું તે પ્રશ્ન વિકટ બન્યો છે,પાલિકામાં અનેકવાર ફરિયાદ કરવા બાદ પણ કોઈ અધિકારી કે સ્થાનિક કોર્પોરેટર અને નેતાઓ અહીં ફરક્યા નથી. સુરત મહાનગર પાલિકાનું રાંદેર ઝોન સમસ્યાનું પરિણામ લાવવા નિષ્ફળ નિવડ્યું હોય તેમ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, ચોમાસા શરૂ થાય તે પહેલા જ સુરેશ શહેરના લોકોએ સુરત મહાનગરપાલિકાની પ્રીમોનસૂનની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે.

Tags :
Advertisement

.

×