Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે 'ભાષા મારી ગુજરાતી' ત્રિમાસિકના બીજા અંકનું કરાયું લોકાર્પણ

તારીખ 13 મેથી 21 મે દરમિયાન GIFT CITY ગાંધીનગર ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારીબાપુના હસ્તે તારીખ 20 મે 2023 શનિવારના 'રોજ ભાષા મારી ગુજરાતી' ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ;માતૃભાષા ગૌરવ...
પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે  ભાષા મારી ગુજરાતી  ત્રિમાસિકના બીજા અંકનું કરાયું લોકાર્પણ
Advertisement

તારીખ 13 મેથી 21 મે દરમિયાન GIFT CITY ગાંધીનગર ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારીબાપુના હસ્તે તારીખ 20 મે 2023 શનિવારના 'રોજ ભાષા મારી ગુજરાતી' ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે ;માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન'ના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને અન્ય ન્યાસીઓ તથા મ્તૃભાષાપ્રેમી સાધકો તેમજ રમ્કાથાપ્રેમી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રામકથાનો આનંદ લીધો હતો.

Advertisement

તમને જણાવી દઈએ કે, ગુજરાતી ભાષાના પાંચ પગથિયાં છે. આપણી માતૃભાષા ગુજરાતી મૂળ સંસ્કૃતમાંથી આવી છે. એ યાત્રાના પ્રારંભે સર્વપ્રથમ પ્રાકૃત ભાષા થઇ. તેમાંથી અપ્રભંશ ભાષા થઇ. એમાંથી પ્રાચીન ગુજરાતી ભાષા જન્મી. ત્યાર પછી જૂની ગુજરાતીનો આવિર્ભાવ થયો અને તે પછી આજની ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી. નોંધપાત્ર વાત એ છે કે યુનાઈટેડ નેશન દ્વારા મૃતપાય થઈ રહેલી ભાષાની યાદીમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ થયો છે. ગાંધીજી કહેતા કે માતૃભાષા છોડવી એ અપરાધ છે.

આ પણ વાંચો : આ રાશિના જાતકોની આજે નોકરીની દિશામા કરેલા પ્રયાસો સફળ થશે

Tags :
Advertisement

.

×