જિલ્લા ટ્રાફિક પોલીસનો સપાટો ! ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર 9 વાહનો ડીટેન કરાયા
અહેવાલ - પીન્ટુ પટેલ
ડભોઇની હદ વિસ્તારમાંથી આજ રોજ જિલ્લા ટ્રાફીક પોલીસે ટ્રાફીકના નિયમોનો ભંગ કરી ટ્રાફીકને અડચણરુપ ગમે ત્યા પોતાનું વાહન ઉભુ કરી દેનારા તેમજ લાયસન્સ, કાગળો, પીયુસી સાથે ન રાખીને નિયમો અને કાયદાનો ભંગ કરનારા 07 ઓટો રિક્ષા તેમજ બે ઇકો કારના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી ડીટેનના મેમો આપી ડભોઇ પોલીસના કમ્પાઉંડમાં મુકાવી દેતા ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારા ઇષમો અને વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ડભોઇ પોલીસના હદ વિસ્તારમાં આજ રોજ વડોદરા જિલ્લા ટ્રાફીક પોલીસની ટીમ દ્વારા એસ. ટી. વિભાગના અધિકારીને સાથે રાખી સીઓ ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારા ઓટો રિક્ષાઓ તેમજ ઇકો કારના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમા વેગા ત્રણ રસ્તાથી મુખ્ય માર્ગ પર ટ્રાફીકને અડચણરુપ પોતાના વાહનો ઉભા કરી દઇ ખાણીપીણીની લારીઓ પર બેસી રહેતા રિક્ષા ચાલકો સામે તેમજ પુરપાટ ઝડપે હંકારતા ચાલકો અને લાયસન્સ કાગળો વગર હંકારતા, પીયુસી, લાયસન્સ સાથેના રાખનારા ચાલકો સામે દંડણીય કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા ટ્રાફીક પોલીસના પી.એસ.આઇ. એમ.જી.પરમાર અને એસ. ટી.વિભાગના અધિકારી તેમજ ટ્રાફિક પોલીસ જવાનોની ટીમ દ્વારા આર.ટી.ઓના મેમો ફટકારી 07 ઓટો રિક્ષાઓ અને 02 ઇકો કાર મળી કુલ 11 વાહનોને ડભોઇ બાયપાસ તેમજ એસ.ટી.ડેપો વિસ્તારમાંથી ઝડપી પાડી ડીટેન કરી આર.ટી.ઓ કચેરીનો મેમો ફટકારતા ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારા ઓટો રીક્ષા ચાલકોમાં ટ્રાફીક પોલીસની કામગીરીને લઈ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


