Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉકાઇ ડેમના લેવલમાં પાણીનું અપડાઉન શરૂ થતાં જ તંત્રએ મોનીટરીંગ શરૂ કર્યું

ચોમાસુ બેસ્તાજ ઉકાઇ ના લેવલમાં અપડાઉન શરૂ થતાં તંત્ર કામે લાગી ગયું છે, મોડે આપેલા વરસાદ ના દર્શને ઉકાઈની સપાટીમાં વધારો કર્યો છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા માં ચોમાસાએ વિધિવત દસ્તક આપ્યા બાદ પાંચ દિવસમાં ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સરેરાશ...
ઉકાઇ ડેમના લેવલમાં પાણીનું અપડાઉન શરૂ થતાં જ તંત્રએ મોનીટરીંગ શરૂ કર્યું
Advertisement

ચોમાસુ બેસ્તાજ ઉકાઇ ના લેવલમાં અપડાઉન શરૂ થતાં તંત્ર કામે લાગી ગયું છે, મોડે આપેલા વરસાદ ના દર્શને ઉકાઈની સપાટીમાં વધારો કર્યો છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા માં ચોમાસાએ વિધિવત દસ્તક આપ્યા બાદ પાંચ દિવસમાં ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સરેરાશ 2.5 ઈંચ વરસાદ વરસી ગયો છે.. ડેમની નજીકના વિસ્તારમાં વરસાદ 5ડતાં ડેમમાં નવા નીરનો આરંભ થયો હતો.નવા નીર આવતા પાણી ની સપાટી માં વધારો નોંધાયો હતો.

ઉકાઇ તંત્ર એ પણ સતત મોનિટરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું, આ સાથે જ ડેમમાં પાણીની સપાટી 308.33 ફૂટથી વધીને 309.06 ફૂટે પહોંચી ગઈ હતી ડેમમાં ખૂબ જ નજીવા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી.આ સાથે જ રવિવારે સાંજે ડેમમાં 600 ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

Advertisement

ઉકાઈ ડેમના કેચમેન્ટ પર એક નજર કરીએ તો ઉકાઇ એરિયામાં 51 રેઈનગેજ સ્ટેશન આવેલા છે. ઉકાઇ વિસ્તારમાં વરસાદના પાણીથી સ્થાનિક કોઝવે, નદી અને ડેમમાં છલકાયા હતા,જેને જોવા લોકોની ભીડ નદી અને કૉઝવે પર જોવા મળી હતી,આ વરસાદ બાદ વધારાનું પાણી એટલે કે નવા નીર ઉકાઈમાં આવે છે.બીજી બાજુ ઉપરવાસમાં કહો કે પછી ઉકાઈની આસપાસના વિસ્તારમાં પડતો વરસાદ બન્ને ના વરસાદી પાણીની ડેમમાં આવક થાય છે,

Advertisement

ઉકાઇ ના વિસ્તારોમાં પડેલા વરસાદ ના આંકડા ની વાત કરીએ તો જૂન મહિનામાં બુરાહનપુર ૭9.60 મિ.મી., હથનુર 39.40 મિ.મી..ટેકામાં ૭4.20 મિ.મી., લખીપુર 24.40 મિ.મી., કુરાનખેડ 21.40 મિ.મી., નવાથા 233.60 મિ.મી., દહીગાંવ 53 60 મિ.મી. વરસાદ પડ્યો છે. આમ 51 રેઈનગેજ સ્ટેશન વિસ્તારમાં કુલ 3084 મિ.મી., સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અત્યાર સુધી ચીખલધરાસેલગામ, ચીખલોદ, રૂમકીતળાવ, બોરદામાં કોરું રહ્યું છે એટલે કે ત્યાં વરસાદ એ દસ્તક આપી નથી, એક બાજુ ઉકાઈના કેચમેન્ટ એરિયાના વરસાદનું પાણી ડેમમાં આવતા બે દિવસ પહેલા ડેમમાં નવા નીરનો આરંભ થયો હતો.તો બીજી બાજુ શનિવારથી જ વરસાદનું જોર ધીમું પડી જતાં રવિવારે સાંજે ડેમમાં પાણીની આવક ઘટીને 600 ક્યુસેક થઈ ગઈ હતી.એટલે આવક અને જાવક સરખી રહી હતી,સાથે આગામી પાંચ દિવસ વરસાદ ની ગતિ ધીમી રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે...

આ પણ વાંચો : સુરતમાં વરસાદનું જોર ઘટતાં બંધ માર્ગ ખુલ્લા કરાયાં, હજુ પાંચ દિવસની હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×