Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મારામારી : વેપારીએ વટાવી હદ, કેરીના ભાવ મુદ્દે બબાલ થતા ગ્રાહકની આંખ ફોડી નાખી

રાજકોટથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના રૈયા વિસ્તારમાં કેરીના ભાવ બાબતે બોલાચાલી ઉગ્ર બનતા મારામારીમાં ફેરવાઈ હતી. ભાવ મુદ્દે વેપારી અને ખરીદાર બાખડી પડ્યા હતા જેમાં બંનેને ઈજાઓ પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, કેરીના બોક્સના ભાવ મુદ્દે...
મારામારી   વેપારીએ વટાવી હદ  કેરીના ભાવ મુદ્દે બબાલ થતા ગ્રાહકની આંખ ફોડી નાખી
Advertisement

રાજકોટથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના રૈયા વિસ્તારમાં કેરીના ભાવ બાબતે બોલાચાલી ઉગ્ર બનતા મારામારીમાં ફેરવાઈ હતી. ભાવ મુદ્દે વેપારી અને ખરીદાર બાખડી પડ્યા હતા જેમાં બંનેને ઈજાઓ પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે, કેરીના બોક્સના ભાવ મુદ્દે બબાલ થતા વેપારી અને ગ્રાહક વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેમાં ગ્રાહકનો આંખનો પડદો ફાટી ગયો હતો. સ્થિતિ એટલી વણસી ગઈ કે ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઇ જવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર મામલે ગ્રાહકે વેપારી સમક્ષ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

એક આંખે દેખાતું ઓછું થયું

Advertisement

વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આંખ વિભાગમાં તેમની તપાસ બાદ ડોક્ટરે તેમની ડાબી આંખની રોશની પાછી આવવાની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું હતું. ત્યારે વૃદ્ધે કેરીના વેપારી સહિત અન્ય બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : IPL ની સેમીફાઈનલ પહેલા કેબિનેટ મંત્રી કંટાળ્યા, કહ્યું- ટિકિટ માટે લોકોએ મને…

Tags :
Advertisement

.

×