Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીના વતન વડનગરથી અયોધ્યા નીકળેલ પદયાત્રાનું ખેરાલુમાં આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે.  મહા મહેનત બાદ આખરે ભગવાન રામ અયોધ્યા નગરીમાં આવી ચૂક્યા છે ત્યારે ભારતભરમાં ખુશીનો...
pm મોદીના વતન વડનગરથી અયોધ્યા નીકળેલ પદયાત્રાનું ખેરાલુમાં આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું
Advertisement

ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે.  મહા મહેનત બાદ આખરે ભગવાન રામ અયોધ્યા નગરીમાં આવી ચૂક્યા છે ત્યારે ભારતભરમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

 યાત્રાનું સ્વાગત

યાત્રાનું સ્વાગત

Advertisement

ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ ભારતભરના રામ ભક્તો અયોધ્યા જવા માટે તત્પર છે. ત્યારે વડાપ્રધાન મોદીના વતનથી પગપાળા યાત્રા કાઢવામાં આવી હતી જે 48 દિવસ બાદ અયોધ્યાથી પાછી ફરી હતી.

Advertisement

48 દિવસ અગાઉ વડનગરથી અયોધ્યા નીકળી હતી યાત્રા 

વડાપ્રધાનના માદરે વતન અને પ્રાચીન નગરી વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરથી 48 દિવસ અગાઉ અખંડ જ્યોત લઇને અયોધ્યા પગપાળા નીકળી હતી અને અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ ખેરાલુના યુવાન પરત ફર્યા. 48 દિવસ અગાઉ આ યુવાનો વડનગરથી ચાલતા અયોધ્યા રવાના થયા હતા. 48 દિવસની પદયાત્રા દરમ્યાન યુવાનોએ 5 લાખ લોકો ને રૂબરૂ મળતાં મળતાં શ્રી રામનો સંદેશ  સાથે પહોચવાના નિર્ણય સામે 15 લાખ લોકો સાથે મુલાકાતો કરી.

અયોધ્યા ખાતેથી પરત આવેલ યાત્રાનું કરાયું સ્વાગત 

ખેરાલુમાં થોડા દિવસ અગાઉ શ્રી રામની રથયાત્રા પર થયેલ પત્થર મારા બાદ ખેરાલુમાં દરેક રસ્તે સમગ્ર જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે . તેના વચ્ચે અયોધ્યાથી આવનાર યુવાનોની શોભાયત્રા વાજતે ગાજતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું. શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે 48 દિવસની પદયાત્રામાં જોડાયેલ તમામ 10 થી વધુ યુવાનોના સ્વાગત માટે રોડ પર ફૂલ લઈને ઉભા રહેલ રસ્તાની દરેક સોસાયટી માં જયશ્રી રામના નારા સાથે ઉત્સાહભેર ફૂલોની વર્ષા કરી સ્વાગત કરાયું. પ્રભુ શ્રી રામની કૃપાથી 48 દિવસ દરમિયાન ક્યાંય પણ કોઈ પણ જાતની મુશ્કેલી વગર આ પદયાત્રા પૂર્ણ થતાં પડયાત્રી યુવાનોમાં પ્રભુ શ્રી રામ પ્રત્યેની તેમની શ્રદ્ધામાં ચોક્કસ વધારો થયો હતો.

અહેવાલ - મુકેશ જોશી 

આ પણ વાંચો -- Ahmedabad senior citizen: ઓટલે બેસી ગપાડા મારવાની જગ્યાએ વૃદ્ધ સજ્જનોએ કર્યું શ્રમદાન

Tags :
Advertisement

.

×