Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્વચ્છતાની બીમારીથી પીડાતી CIVIL HOSPITAL ને હડિયોલ ગામના યુવાનોએ શ્રમદાન કરી ઉગારી લીધી

અહેવાલ - યશ ઉપાધ્યાય ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને હાલમાં દિવ દમણ દાદરા નગર હવેલીના પ્રશાસક એવા સાબરકાંઠા જિલ્લાના પ્રફુલ પટેલના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર મુકામે સરકારી તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અધ્યતન સિવિલ હોસ્પિટલનું...
સ્વચ્છતાની બીમારીથી પીડાતી civil hospital ને હડિયોલ ગામના યુવાનોએ શ્રમદાન કરી ઉગારી લીધી

અહેવાલ - યશ ઉપાધ્યાય

Advertisement

ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને હાલમાં દિવ દમણ દાદરા નગર હવેલીના પ્રશાસક એવા સાબરકાંઠા જિલ્લાના પ્રફુલ પટેલના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર મુકામે સરકારી તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અધ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલી અધ્યતન સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓ સહિત સિવિલ હોસ્પિટલમાં સાફ-સફાઈ અંતગર્ત સિવિલ સત્તાધીશો વામણા પુરવાર થયા હોય તેવો માહોલ પ્રવર્તી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં સ્થિત સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આવતા દર્દીઓનો ઘસારો રહે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ ગણાતી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 1500 થી 2000 દર્દીઓની વિવિધ વિભાગમાં ઓપીડી જોવા મળે છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં સાફ-સફાઈની કામગીરી અંતર્ગત લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલની સફાઈ કામગીરી માટે સરકારી તંત્ર દ્વારા એજન્સીની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો કામગીરી બજાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. પરંતુ સિવિલ સત્તાધીશોની ઘૌર બેદરકારી અને એજન્સી ધારકની લાપરવાહીના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ મહાત્મા ગાંધીના " સ્વચ્છતા અભિયાન " ના સરેઆમ ધજાગરા ઉડાડતા હોય એવો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખદબત્તી ગંદકીને પગલે હડિયોલ ગામના 100થી વધુ યુવાનોએ સિવિલ હોસ્પિટલમાં દ્રશ્યમાન ગંદકીના સામ્રાજ્યની દૂર કરવાની નેમ સાથે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.

Advertisement

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકાના હડીયોલ ગામના ધ્રુપલ પટેલ પોતાના ગામના તેમજ આસપાસના વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા હતા. દરમિયાન મુલાકાત વેળાએ સિવિલ હોસ્પિટલમાં ફેલાયેલી ગંદકીને પગલે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આરોગ્યલક્ષી સેવાઓ મેળવવા આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનોને બીમારીનો ભોગ ન બનવું પડે તે માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં ખદબત્તી ગંદકીને સાફ કરવાની નેમ સાથે હડિયોલ ગામના 100 થી વધુ નવ યુવાનો સાથે આજે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અને ગામના યુવાનોએ સ્વયંભૂ સ્વચ્છતા અભિયાનના સૂત્રને સાર્થક કરવા કમર કસી હતી. જેમાં આજ રોજ સિવિલ બહાર રોડ સાઈડની સફાઈ ઉપરાંત સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં જવાના માર્ગે સફાઈ કરી હતી. એટલું જ નહીં પરંતુ દર રવિવારે આ યુવાનો આખો દિવસ સિવિલ હોસ્પિટલની સફાઈ કરવાની શરૂઆત કરી લીધી છે.

હડિયોલ ગામના યુવાનોએ ગંદકીના સામ્રાજ્યને દૂર કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

Advertisement

મહાત્મા ગાંધીના " સ્વચ્છતા અભિયાન " સૂત્રને સાર્થક કરવા હડિયોલના યુવકો વહેલી સવારે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સ્વયંભૂ યુવાનો દ્વારા ગંદકી દુર કરવાનું અભિયાન હાથ ધર્યું હતું.સિવિલની અંદર પાન મસાલાની પિચકારી થી લાલચોક થઈ ગયેલ જે વર્ષોથી જામેલા કચરાના થર ને દૂર કરવા કામે લાગી ગયા હતા એટલું જ નહીં પરંતુ આ મોટી સિવિલમાં એક દિવસમાં તમામ ગંદકી દૂર કરવી એ અશક્ય હોવાથી આવેલા યુવાનોએ નેમ લીધી કે દર રવિવારે આખો દિવસ દરમિયાન હરિયોલ ગામના યુવકો આ ગંદકી દૂર કરશે અને સફાઈ અભિયાન ચલાવશે.

સિવિલ સત્તાધીશો સહિત સફાઈ કર્મચારીઓ મુક પ્રેક્ષક બની ઊભા રહ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફેલાયેલી ગંદકીના સામ્રાજ્યને પગલે હડિયોલ ગામના યુવાનોએ મહાત્મા ગાંધીના " સ્વચ્છતા " અભિયાન સૂત્રને સાર્થક કરી ભારે જહેમત ઉઠાવી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તેમજ બહારની સાઈડમાં સાફ-સફાઈ હાથ ધરી હતી પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સહિત એજન્સી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સફાઈ કામદારો સાફ-સફાઈના આ અભિયાનમાં જોડાવાની જગ્યાએ મુક પ્રેક્ષક બની ઊભા રહ્યા હતા ત્યારે હિંમતનગર સિવિલ આગામી સપ્તાહ બાદ સ્વચ્છ જોવા મળશે જેનો શ્રેય માત્ર હડિયોલ ગામના આ સેવાભાવી 100 યુવકોને શીરે રહેશે.

હડિયોલ ગામના ડેપ્યુટી સરપંચ ધ્રુપલ પટેલે શું કહી રહ્યા છે ... ?

આ અંગે હડિયોલ ગામના ડેપ્યુટી સરપંચ ધ્રુપલ પટેલે જણાવ્યું હતું કે હવેથી દર રવિવારે હડિયોલ ગામના યુવાનો સિવિલ હોસ્પિટલમાં સફાઈ કરશે આજે સિવિલ બહાર રોડ સાઈડની સફાઈ ઉપરાંત સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર પાસે અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં જવાના માર્ગે સફાઈ કરી હતી અને સિવિલની અંદર કે જ્યાં આસપાસ વૉર્ડ આવેલા છે અને દર્દીઓ સારવાર લે છે તબીબો અવર જવર કરે છે.ત્યાં સિવિલના અને સિવિલમાં આવનાર લોકો પાન મસાલા ની પિચકારીઓ વર્ષોથી મારીને લાલચોક બનાવી દીધો હતો તેને યુવાનોએ સાફ કરી દીધો હતો.

સિવિલ હોસ્પિટલ ના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રીટેન્ડટ પરેશ શિલાદરિયાએ શું કહ્યું ... ?

ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડતી સિવિલ હોસ્પિટલમાં ફેલાયેલી ગંદકીના સામ્રાજ્ય અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રીટેન્ડટ પરેશ શિલાદરિયાએ જણાવ્યું હતું કે હિંમતનગર સિવિલમાં સફાઈ દરરોજ થતી હોવાનો રાગ આલોપ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે , સિવિલ હોસ્પિટલમાં સાફ-સફાઈ અંતર્ગત એજન્સીની નિમણૂક કરવામાં આવેલી છે અને હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર અંદાજે 32 લાખથી પણ વધુ રકમનું ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે સવાલ એ થાય કે ... ! લાખ્ખો રૂપિયાના ખર્ચ કરવામાં આવતો હોવા છતાં સ્વચ્છતાના નામે મસમોટું મીંડું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો - Surat News : સુરત સાયબર સંજીવની 2.0 અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.