Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વૃદ્ધ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ચોરે લૂંટ આચરી, પોલીસે ગણતરીના કલાકમાં ભેદ ઉકેલ્યો

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ  બોટાદના તુરખા ગામે વૃદ્ધાને માર મારી દાગીના લૂંટનારો પાળીયાદ પોલીસના સકંજામાં આવ્યો છે. પાળીયાદ પોલીસે ગણતરીની કલાકોમાં લૂંટનું રહસ્ય ઉકેલી મુદ્દામાલ રીકવર કર્યો છે. વૃદ્ધ મહિલાની એકલતાનો લાભ ઉઠાવ્યો  બોટાદ જિલ્લાના તુરખા ગામે ગત...
વૃદ્ધ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ચોરે લૂંટ આચરી  પોલીસે ગણતરીના કલાકમાં ભેદ ઉકેલ્યો
Advertisement

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ 

બોટાદના તુરખા ગામે વૃદ્ધાને માર મારી દાગીના લૂંટનારો પાળીયાદ પોલીસના સકંજામાં આવ્યો છે. પાળીયાદ પોલીસે ગણતરીની કલાકોમાં લૂંટનું રહસ્ય ઉકેલી મુદ્દામાલ રીકવર કર્યો છે.

Advertisement

વૃદ્ધ મહિલાની એકલતાનો લાભ ઉઠાવ્યો 

Advertisement

બોટાદ જિલ્લાના તુરખા ગામે ગત મોડી સાંજે પોતાના ઘરમાં રહેતા એક વૃદ્ધ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી મૂઢમાર મારી બેભાન કરીને શરીર ઉપર પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટી નાસી છૂટેલા આરોપીની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને આરોપીને સકંજામાં લેવામાં સફળતા મેળવી છે.

તાત્કાલિક ધોરણે પોલીસે તપાસ હાથ ધરી 

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના તુરખા ગામે રહેતા વૃદ્ધ  મહિલા તખુબેન સતાણીના ઘરમાં પ્રવેશ કરી ગત મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ સોના ચાંદીના દાગીના લૂંટી લીધા હોવાની ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ લૂંટ પ્રકરણે પાળીયાદ પોલીસે જુદી જુદી ટીમ બનાવી ઝીણવટભરી તપાસ આદરી શકમંદોની શોધખોળ હાથ ધરી હતી.

ગણતરીની કલાકોમાં ઉકેલાયો ભેદ 

આ તપાસ દરમિયાન પોલીસે શંકાના દાયરામાં આવેલા તુરખા ગામના દિનેશ કાત્રોડીયા નામના શખ્સની સરભરા કરી આગવી ઢબે પૂછપરછ કરતા દાગીના લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાઈ જવા પામેલ તથા આરોપીના કબજામાંથી રૂપિયા એક લાખ પંદર હજારની કિંમતના દાગીના પરત મેળવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમ બોટાદ ડિવાયેસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું.

આ પણ વાંચો -- બોટાદમાં હિરાના કારખાનામાં ચોરીનો ભેદ ઉકેલાયો, જાણો શું છે સમગ્ર ઘટના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×