Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોતાની આગવી શૈલીથી શિક્ષણ આપતા આ શિક્ષક બન્યા બાળકોના પ્રિય

ઈડરની પ્રાથમિક શાળા નંબર 1 ના શિક્ષક જે બાળકોથી લઈ વાલીઓમાં પણ પ્રિય બન્યા છે. આ શિક્ષક કંઈક અલગ રીતે જ શિક્ષણ આપે છે. બાળકોને સરળતાથી સમજાય તેવી રીતે અભિનય સાથે આ શિક્ષક ભણાવે છે તેમનો એક વીડિયો પણ વાયરલ...
પોતાની આગવી શૈલીથી શિક્ષણ આપતા આ શિક્ષક બન્યા બાળકોના પ્રિય
Advertisement

ઈડરની પ્રાથમિક શાળા નંબર 1 ના શિક્ષક જે બાળકોથી લઈ વાલીઓમાં પણ પ્રિય બન્યા છે. આ શિક્ષક કંઈક અલગ રીતે જ શિક્ષણ આપે છે. બાળકોને સરળતાથી સમજાય તેવી રીતે અભિનય સાથે આ શિક્ષક ભણાવે છે તેમનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેની સરાહના સરકારના મંત્રીઓ પણ કરી ચુક્યા છે.

ખાનગી શાળા છોડીને બાળકો સરકારી શાળામાં આવે છે

Advertisement

ઈડર પ્રાથમિક શાળા નંબર-1 ના શિક્ષક હિતેશ ભાઈ પટેલ ગણિત-વિજ્ઞાનના શિક્ષક છે. બાળકોને શિખવાડવા બાળક બનવું પડે તેમ આ શિક્ષક શાળામાં બાળકો સાથે બાળક બનીને તેમને આગવી શૈલીમાં શિક્ષણ આપે છે. આ સરકારી શાળામાં 400 થી વધુ બાળકો અભ્યાસ અર્થે આવે છે જેમાંથી મોટા ભાગના બાળકો શ્રમિકવર્ગના પરિવારોમાંથી આવે છે. આ શાળાના આ પ્રકારની શિક્ષણશૈલીના લીધે ખાનગી શાળા છોડીને બાળકો હવે અહીં ભણવા આવે છે.

Advertisement

શું કહ્યું શિક્ષકે?

ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં શિક્ષક હિતેશભાઈએ જણાવ્યું કે, બાળકોને પ્રાર્થનાસભાથી લઈને ક્લાસરૂમ સુધી અભ્યાસમાં રૂચિ રહે અને સારા સંસ્કાર મળે તેવા અમારા પ્રયાસો રહે છે. વર્ગખંડમાં બાળકોને નહી સમજાતા કઠીન મુદ્દાઓને સરળતાથી યાદ રહે તેવી પદ્ધતિ અને માહોલ સાથે ભણાવવામાં આવે છે એ સિવાય શાળાની મીનીસાયન્સ લેબમાં તેમાં પ્રેક્ટિકલ જ્ઞાનથી પણ સમજાવવામાં આવે છે. દરેક બાળકો માટે અમારો સ્ટાફ સારી મહેનત કરે છે. નિયમિત વાલીઓને સંપર્ક કરીને કેળવણી આપીએ છીએ.

શું કહ્યું આચાર્ય?

ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં શાળાના આચાર્ય પ્રવિણસિંહ ચૌહાણે જણાવ્યું કે, અમારી શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે આના કારણે શાળામાં બાળકોની સંખ્યા વધી રહી છે. ગણિત-વિજ્ઞાન વિષયની સમજ માટે મીની સાયન્સ લેબમાં સતત પ્રયોગો તથા મહાવરો કરાવી મનોરંજન સાથે ભણાવવામાં આવે છે.

  • ઉલ્લેખનીય છે કે, શાળાના શિક્ષક હિતેશભાઈ સમુહ પ્રાથનામાં બાળકોને અભિનય ગીત કરાવતો વીડિયો વાયરલ થયો હતો. તેમની આ પદ્ધતિની સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી ભાનુબેન બાબરિયા સરાહના કરી ચુક્યા છે. જુઓ Video...

અહેવાલ : યશ ઉપાધ્યાય. સાબરકાંઠા

આ પણ વાંચો : જુલાઈમાં દરિયામાં કંઇક મોટું થશે ? અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

.

×