Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Biporjoy : ગુજરાત સરકારે ટીમ વર્કનું ક્લાસિક ઉદાહરણ સેટ કર્યું : Amit Shah

કચ્છના કિનારે Cyclone Biporjoy ટકરાયા બાદ સ્થિતિની સમિક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) કચ્છ આવ્યા હતા અહીં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યાં બાદ માંડવી સિવિલ હોસ્પિટલમાં પુર અસરગ્રસ્તોના ખબર અંતર પુછ્યા હતા જે બાદ તેઓ માંડવી (Mandvi)...
cyclone biporjoy   ગુજરાત સરકારે ટીમ વર્કનું ક્લાસિક ઉદાહરણ સેટ કર્યું   amit shah

કચ્છના કિનારે Cyclone Biporjoy ટકરાયા બાદ સ્થિતિની સમિક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) કચ્છ આવ્યા હતા અહીં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યાં બાદ માંડવી સિવિલ હોસ્પિટલમાં પુર અસરગ્રસ્તોના ખબર અંતર પુછ્યા હતા જે બાદ તેઓ માંડવી (Mandvi) ના કઠડા ગ્રામજનોની મુલાકાત કરી હતી અસરગ્રસ્ત ખેડૂતો સાથે પણ ચર્ચા કરી હતી.

Advertisement

ભુજ ખાતે પત્રકાર પરીષદ સંબોધી

તે સિવાય તેઓેએ NDRFના જવાનોને પણ મળ્યા હતા. આ સિવાય ઉચ્ચ અધિકારીઓ સાથએ ‘બિપરજોય’ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવવા ભુજમાં કલેક્ટર કચેરી ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જે પછી તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી.

Advertisement

વીજ પુરવઠો પુર્વવત કરવા ઝડપી કામગીરી શરૂ

કાર પરિષદમાં તેમણે વિગતો આપતા જણાવ્યું કે, 3400 ગામો વીજળી ગૂલ થઈ હતી જેમાંથી 1600 ગામોમાં વીજળી આવી ગઇ છે અને બાકીના ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. 20 તારીખે સાંજે તમામ ગામોમાં વીજળી રિસ્ટોર થઇ શકે.

Advertisement

કેન્દ્ર અને રાજ્ય સરકારે ટીમ વર્કનું ઉદાહરણ સેટ કર્યું

તેમણે જણાવ્યું કે, 1206 સગર્ભાને શિફ્ટ કરી હોસ્પિટલમાં લઇ જવાઇ. સાયક્લોનના દિવસે એક બાળકીને જન્મ થયો જેને હું મળીને આવ્યો છું. 3 દિવસમાં 707 સફળ પ્રસુતી હોસ્પિટલમાં કરાવાઇ છે. 1,08,208 લોકોનું સ્થળાંતર કરાયું. જે આંકડો જાણીને મને આશ્ચર્ય થયું પણ સરકારે તમામને સમજાવીને કામ લીધું પશુઓને સલામત સ્થળે મોકલાયા હતા. 3.27 લાખથી વધુ વૃક્ષોનું સમયસર ટ્રીમીંગ કરી દેવાયું હતું. જેથી ઓછા વૃક્ષોને નુકશાન થયું. 4,317 કરતા વધુ હોર્ડીંગ હટાવાયા હતા. 1 લાખ માછીમારોને સમયસર દરિયામાંથી પરત લવાયા હતા. તમામ એજન્સીઓએ ખભાથી ખભો મિલાવી કામ કર્યું.

  • રાજ્ય અને કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક બિપોરજોયનો સામનો કર્યો. વડાપ્રધાને સંવેદનાથી દરેકને સચેત કરી તમામ વિભાગોને એક્ટિવેટ કર્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ સરકારે ટીમ વર્કથી કામ કર્યું છે. સજાગતા સાથે જનતાના સહયોગથી સફળતાથી આફતમાંથી બહાર આવ્યા.

રાહત પેકેજ અંગે શું કહ્યું?

ગુજરાત સરકારે ટીમ વર્કનું ક્લાસિક ઉદાહરણ સરકારે સેટ કર્યું છે, ઓછા નુંકસાન સાથે બહાર નિકળવા માટે ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે. વાવાઝોડાના રિવ્યૂ બાદ ખબર પડે કે એક પણ મોત નથી થયું ત્યારે આનંદ થાય છે. જ્યારે રાજ્ય સરકારના વાવાઝોડા રાહત પેકેજ અંગે તેમણે જણાવ્યું કે, રાહત પેકેજનું પેટર્ન બનેલી છે તેના આધારે રાજ્ય સરકારે પેકેજ બનાવશે.

આ પણ વાંચો : CYCLONE BIPORJOY : કઠડા ગ્રામજનો અને NDRF ના જવાનોને મળ્યા HM AMIT SHAH, જુઓ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.