કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ગાંધીનગરને મળશે કરોડોના વિકાસકાર્યોની ભેટ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસિય ગુજરાતના પ્રવાસે છે. શનિવારે સરહદી જિલ્લા કચ્છની મુલાકાત બાદ આજે તેઓ પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં છે. પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને સાથે જ અનેક પ્રકલ્પો અને વિકાસકાર્યોની જનતાને ભેટ આપશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સવારે માણસા-બાલવા ફોર લેન રોડનું સવારે 10.30 કલાકે ખાતમુહૂર્ત કરશે. તે પછી માણસાની સબ રજિસ્ટ્રાર કચેરીનું 10.40 કલાકે લોકાર્પણ કરશે. સવારે 11-10 વાગ્યે અમિત શાહ માણસામાં NSGના નવા ભવનનું ખાતમુહૂર્ત કરશે. આ વચ્ચે તેઓ માણસામાં બહુચર માતાજીના મંદિરે પુજન-અર્ચન કરશે.
બપોર બાદ 1.30 વાગ્યે ગૃહમંત્રી રાંધેજા-બાલવા ફોર લેન રોડનું ખાતમુહૂર્ત કરશે એ પછી રાંધેજાની સાર્વજનિક હોસ્પિટલના આધુનિકિકરણ કાર્યનું ખાતમુહૂર્ત બપોરે 1.45 કલાકે કરશે, ગાંધીનગર લોકસભાની 150 આંગણવાડીઓમાં રમતગમતના સાધનોનું સરઢવ ખાતેની સ્કૂલમાંથી લોકાર્પણ કરશે. બપોરે 3-45 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ટીચર્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : AHMEDABAD માં નીકળશે ભવ્ય તિરંગા યાત્રા, ગૃહપ્રધાન અને મુખ્યમંત્રીના વરદ્હસ્તે થશે ફ્લેગઓફ