સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી
અહેવાલ - યશ ઉપાધ્યાય સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં ગુરૂવારે યોજાઈ હતી. જેમાં બાકી રહેલ અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા પ્રમુખ પદે ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે તારાબા ઝાલાની બિનહરીફ વરણી થતા...
અહેવાલ - યશ ઉપાધ્યાય
Advertisement
સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં ગુરૂવારે યોજાઈ હતી. જેમાં બાકી રહેલ અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા પ્રમુખ પદે ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે તારાબા ઝાલાની બિનહરીફ વરણી થતા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણી નિવિવાદ સંપન્ન થઈ હતી.
સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે સામાન્ય સભા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં ગુરૂવારે ૧૨ કલાકે યોજાઈ હતી.જેમાં પાર્ટીએ મેન્ડેટ આપેલ ઉમેદવાર સિવાય અન્ય કોઈ ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ હતી. તેવી જ રીતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તારાબા ઝાલાની પણ બિનહરીફ વરણી થતા સામાન્ય સભાની ચૂંટણી પ્રક્રિયા ર્નિવિવાદ સંપન્ન થઈ હતી. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓની વરણી ગણતરીના દિવસોમાં સંપન્ન થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખની બિનહરીફ વરણી પ્રક્રિયા પુર્ણ થયા બાદ જિલ્લા કલેકટર તેમજ ડી.ડી.ઓ.એ બન્ને પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ ભાજપ સંગઠનના અન્ય પદાધિકારીઓએ પણ બન્ને નવનિયુકત હોદેદારોને શુભેચ્છાઓ સાથે અભિનંદન આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે વરણી પામનાર ભારતીબેન પટેલ પુંસરી જિલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટાઈ અગાઉની ટર્મમાં બાંધકામ સમિતીના ચેરમેન બન્યા હતા. તેમના મતક્ષેત્રમાંથી પણ ટેકેદારોએ જિલ્લા પંચાયત ખાતે દોડી આવી ફુલહાર કરી સૌને મોં મીંઠા કરાવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે