16 હજાર કિલો બરફનો ઉપયોગ : શ્રાવણ માસ નિમિત્તે ગોંડલ વિજયેશ્વર મહાદેવના મંદિર ખાતે અમરનાથ દર્શનનું 3 દિવસનું કરાયું આયોજન...
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર શિવભક્તિના દ્રશ્યો જોવા મળે છે. ઠેર ઠેર ભગવાન શિવશંકર ભોળાનાથની આરાધના માટે આયોજનો પણ થઇ રહ્યા છે. ત્યારે ગોંડલ જેતપુર રોડ પર સાંઢિયા પુલ પાસે આવેલ વૃંદાવન - 3 માં શ્રી વિજયેશ્વર મહાદેવના મંદિર ખાતે અમરનાથ દર્શનનું 3 દિવસ નું આયોજન કરવામાં આવ્યું છે.
8 ફૂટના બરફનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું
વિજયેશ્વર મહાદેવના મંદિર ખાતે 40 ફૂટની લંબાઈ અને 4 ફૂટ પહોળાઈની અમરનાથની ગુફા અને ગુફા અંદર 8 ફૂટના બરફનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેને બનાવવામાં 16,350 કિલો બરફ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2 દિવસ થી સતત 25 લોકોએ મહેનત કરી આ ભવ્ય અમરનાથ ગુફામાં મહાદેવના દર્શન કરતાં હોય તેવો આભાસ થાય તેવી આબેહૂબ શિવલિંગ તૈયાર કરી છે.
સાંઢળીધાર ગામેથી ગુફા બનાવવા આવ્યા હતા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સાંઢળીધાર ગામેથી અરવિંદભારતી બાપુ અને તેમની ટીમના 15 સેવકો દ્વારા આ ગુફા બનાવવામાં આવી છે. પાક્કો બરફની ગુફા અને શિવલિંગ કરવામાં આવી છે. ત્યારે 27 તારીખે તૈયાર કરેલ બરફની ગુફાને 3 દિવસમાં આશરે 60 % જેટલો પીગળશે. તેથી ત્રણ દિવસ તારીખ 28, 29, 30 અમરનાથ દર્શન ભક્તો માટે ખુલ્લી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
6600 જેટલા રૂદ્રાક્ષના પારા નો ઉપયોગ કરવામાં આવ્યો
રૂદ્રાક્ષની શિવલિંગ પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં 6600 જેટલા રૂદ્રાક્ષ ના પારા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સોમવાર સાંજે મહાકાલ નો શણગાર કરવામાં આવશે ત્યારે બાદ મહાઆરતી કરવામાં આવશે. આ તકે હિમતગીરી મુગટગીરી ગોસ્વામી, મહંત ગૌતમગીરી ગૌસ્વામી અને વિજયેશ્વર મહાદેવ ગ્રુપે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો : Surat News : ઓલપાડના દરિયામાં મહાકાય વ્હેલ માછલી તણાયી આવી, લોકોમાં કુતૂહલ જોવા મળ્યો Video Viral