Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હાય ગરમી ! તાપમાન વધતા રોડ પીગળવાનું જારી

VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો (HOT SUMMER) ઉંચો જઇ રહ્યો છે. ગરમી વધતા હવે તેની અસર રોડ-રસ્તા પર વર્તાઇ રહી છે. આજરોજ શહેરના ગોત્રી વિસ્તારમાં રોડ પીગળ્યો (ROAD ASPHALT MELTING) હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને...
vadodara   હાય ગરમી   તાપમાન વધતા રોડ પીગળવાનું જારી
Advertisement

VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો (HOT SUMMER) ઉંચો જઇ રહ્યો છે. ગરમી વધતા હવે તેની અસર રોડ-રસ્તા પર વર્તાઇ રહી છે. આજરોજ શહેરના ગોત્રી વિસ્તારમાં રોડ પીગળ્યો (ROAD ASPHALT MELTING) હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને વાહન ચાલકોની ચિંતા વધી છે. સાથે જ પાલિકા (VMC) જ્યાં રોડ પીગળવાની ઘટના સામે આવે, ત્યાં તુરંત રેતી નાંખે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ટુ વ્હીલર ચાલકોનું પસાર થવું મુશ્કેલ

વડોદરા સહિત રાજ્યભરમાં આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. બપોરના સમયે બહાર નિકળવાનો વિચાર આવવો જ મુશ્કેલ છે. ગરમીથી ઝુના પશુ-પક્ષીઓને બચાવવા માટે અવનવા ઉપાયો કરવા પડી રહ્યા છે. ત્યારે વધતી જતી ગરમીની અસર શહેરના રોડ-રસ્તાઓ પર પડી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. આજે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા જાણીતા યશ કોમ્પલેક્ષ પાસેના રસ્તા પર ડામર પીગળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને રસ્તા પરથી ખાસ કરીને પસાર થતા ટુ વ્હીલર ચાલકોમાં ડર જોવા મળી રહ્યો છે. ડામર પીગળ્યો હોય તેવામાં ટુ વ્હીલર ચાલકોનું પસાર થવું મુશ્કેલ બન્યું છે. અને પસાર થતી વેળાએ ખાસ કરીને સ્ટીયરીંગ પર વિશેષ પ્રયત્નો લગાડીને કાબુ કરવો પડે છે.

Advertisement

પગરખાં ચોંટી જાય તો નવાઇ નહિ

આ રસ્તો ગોત્રી પોલીસ મથકથી યશ કોમ્પલેક્ષ તરફ જઇ રહ્યો છે. સુત્રો જણાવી રહ્યા છે કે, આ રસ્તો બન્યે હજી એક મહિના જેટલો જ સમય થયો છે. અને તેમાં આવી હાલત જોવા મળી રહી છે. અહિંયાથી જો ચાલતા પસાર થવામાં આવે તો પગરખાં ચોંટી જાય તો નવાઇ નહિ.

Advertisement

રેતી નાંખવી હિતાવહ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગરમી વધતા અગાઉ પણ અનેક વિસ્તારોમાં રોડ પરનો ડામર પીગળ્યો હોવાની ઘટના સામે આવી હતી. આવી પરિસ્થીતી વચ્ચે જો તેના પર રેતી નાંખી દેવામાં આવે તો અકસ્માતની શક્તયાઓ શુન્ય કરી શકાય છે. હવે આ મામલે પાલિકા તંત્ર કેટલા સમયમાં જાગૃત થઇને કામગીરી કરે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : વન વિભાગની ઓફિસ પાસે મુકેલા વાહનોમાં આગ

Tags :
Advertisement

.

×