Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સંપ્રદાય તરફથી જ આકરા પગલાં લેવા જોઇએ - ડો. જ્યોતિર્નાથ

VADODARA : વડોદરાના વડતાલ સ્વામીનારાયણ મંદિરના (VADTAL SWAMINARAYAN MANDIR) તાબા હેઠળના વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સામે પોક્સો હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદથી તેઓ ફરાર છે. તાજેતરમાં રાજ્યના અલગ અલગ શહેરોમાંથી હરિ ભક્તો વડતાલમાં...
vadodara   સંપ્રદાય તરફથી જ આકરા પગલાં લેવા જોઇએ   ડો  જ્યોતિર્નાથ
Advertisement

VADODARA : વડોદરાના વડતાલ સ્વામીનારાયણ મંદિરના (VADTAL SWAMINARAYAN MANDIR) તાબા હેઠળના વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સામે પોક્સો હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદથી તેઓ ફરાર છે. તાજેતરમાં રાજ્યના અલગ અલગ શહેરોમાંથી હરિ ભક્તો વડતાલમાં ભેગા થયા હતા. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેવામાં આજે વડોદરાના જાણીતા સંત અને સાંપ્રત વિષયો પર સટીક ટીપ્પણી આપનાર સંત ડો. જ્યોતિર્નાથ સામે આવ્યા છે. અને તેમણે કહ્યું કે, વડતાલ ગાદીના બનેલા અને ઘૂસી ગયેલા આજે આચાર્યશ્રી છે, કે વડતાલ ગાડીના જે ચેરમેન કહેવાય છે, તેમણે એક્શન લેવા જોઇએ. પણ ખાટલે જ મોટી ખોડ એ છે કે પોતે જ ખરડાયેલા હોય તો એક્શન કોની પર લે ! આ દુખદ બનાવે છે

ખાટલે જ મોટી ખોડ

વડતાલ સ્વામીનારાયણ મંદિર સાથે સંકળાયેલા જગત પાવન સ્વામી પર પોક્સો હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ હરિભક્તો સહિત અનેકમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તેવામાં વડોદરાના જાણીતા સંત ડો. જ્યોતિર્નાથ જણાવે છે કે, વડોદરાના સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગત પાવન દાસ સ્વામી, આજે સૌ જાણે છે, તેના પર કેસ થયેલા છે. પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મનો કેસ થયો છે. આ ઘૃણાસ્પદ બનાવ છે, ક્યાંય સાખી લેવાય તેમ નથી. આ બાબતે પોલીસ તો કાર્યવાહી કરી જ રહી છે. પણ વડતાલ ગાદીના બનેલા અને ઘૂસી ગયેલા આજે આચાર્યશ્રી છે, કે વડતાલ ગાદીના જે ચેરમેન કહેવાય છે, તેમણે એક્શન લેવા જોઇએ. પણ ખાટલે જ મોટી ખોડ એ છે કે પોતે જ ખરડાયેલા હોય તો એક્શન કોની પર લે ! આ દુખદ બનાવ છે,

Advertisement

રોજે રોજ નવી ક્લિપ આવે છે

વધુમાં તેઓ જણાવે છે કે, ગઇ કાલે વડતાલમાં હરિભક્તોની જે ટોળકી ગઇ, સમગ્ર હરિભક્તોને જાગૃત કરવાની કોશિષ કરી. નથી કોઇ ટ્રસ્ટી બોલતું, નથી કોઇ બોલતું, આવેદન આપ્યું છે, 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે, કે એક્શન લેવામાં આવે. હું તે હરિભક્તોને બિરદાવું છું. ક્યાં સનાતનને બચાવવું હશે તો આપણે જાગૃત થવું પડશે. ફરી કહું કે, સંપ્રદાય તરફથી જ આકરા પગલાં લેવા જોઇએ. નથી લેવાતા તે દુખની વાત છે. જેથી આવા કેસો વારંવાર, રોજે રોજ નવી ક્લિપ આવે છે અને બને છે, જે ઘૃણાસ્પદ વાત છે.

Advertisement

જગત પાવન સ્વામી હાલ ફરાર

અત્રે નોંધનીય છે કે, વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદથી તેઓ ફરાર છે. તાજેતપમાં પીડિતાએ સીઆરપીસી 164 મુજબ નું કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ મંદિરના 15 થી વઘુ હરિભક્તોના પણ પોલીસે નિવેદન લીધા હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. આ મામલે આરોપી જગત પાવન સ્વામી હાલ ફરાર છે, પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : પિતાએ પુત્ર સામે ચોરીની ફરિયાદ નોંધાવી

Tags :
Advertisement

.

×