Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Most Wanted શાર્પ શુટર એન્થોની ઝડપાયો, જાણો તેનો ગુનાઇત ઇતિહાસ

ગત મે માસમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા વડોદરા (Vadodara)નો મોસ્ટ વોન્ટેડ કુખ્યાત શાર્પશૂટર અનિલ ઉર્ફે એન્થોનીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અનિલ ઉર્ફે એન્થોની પર પોલીસે 25 હજારનું ઇનામ પણ રાખ્યું હતું. છેલ્લા 11 માસથી તે ફરાર હતો. અનિલ...
most wanted શાર્પ શુટર એન્થોની ઝડપાયો  જાણો તેનો ગુનાઇત ઇતિહાસ
Advertisement

ગત મે માસમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા વડોદરા (Vadodara)નો મોસ્ટ વોન્ટેડ કુખ્યાત શાર્પશૂટર અનિલ ઉર્ફે એન્થોનીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અનિલ ઉર્ફે એન્થોની પર પોલીસે 25 હજારનું ઇનામ પણ રાખ્યું હતું. છેલ્લા 11 માસથી તે ફરાર હતો. અનિલ ઉર્ફે એન્થોની વડોદરા આવી રહ્યો હોવાની બાતમીની આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એન્થોનીને ઝડપી લેવાયો છે.

ગત વર્ષે ફરાર થયો હતો
વડોદરાના અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામાએ જણાવ્યું કે અનિલ ઉર્ફે એન્થોની 2023માં પોલીસ જપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. અને તે છોટાઉદેપુરના બનાવટી નોટોના ગુનામાં ઝડપાયેલો હતો. તે સમયે મેડિકલ સારવાર માટે તેને SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ત્યારે તે હોટલમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારપછી તેને પકડવા માટે વડોદરા પોલીસ દ્વારા 5 ટીમો બનાવી હતી. છેલ્લા 7 માસથી તેની શોધખોળ ચાલતી હતી. પરંતુ વારંવાર તેનું લોકેશન બદલાતું રહેતું હતું. તે દિલ્હી, નોયડા, ગુજરાત, મહારાષ્ટ્ર એમ જુદી જુદી જગ્યાએ ફરતો રહેતો હતો

Advertisement

અનિલ ઉર્ફે અન્થોની સામે 41 ગુના
તેમણે કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અનિલ ઉર્ફે અન્થોની વડોદરા આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો. અનિલ ઉર્ફે અન્થોની સામે 41 ગુના નોંધાયેલા છે જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ઘાડ, પ્રોહિબિશન, બનાવટી નોટો અને દસ્તાવેજો સહિતના ગુના નોંધાયેલા છે. પોલીસે કહ્યું કે ગઈકાલે વહેલી સવારે આરોપીને પકડવામાં સફળતા મળી છે. તે ખોડિયાર નગર પાંજરાપોળ ખાતે હાઈવે ઉપર થઇ પ્રવેશવાનો હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવા માટે તેની પર 25 હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું.

Advertisement

એન્થોનીની ક્રાઇમ કુંડળી
અનિલ ઉર્ફે એન્થોની સામે ઘણા ગંભીર ગુના નોંધાયેલા છે. તેની સામે વડોદરામાં કુખ્યાત બુટલેગર મુકેશ હરજાણી અને આણંદ ખાતે અલ્પેશ ચાકાની હત્યા કેસમાં ફરિયાદ દાખલ છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, જામનગર, વડોદરા ગ્રામ્ય, ખેડા, તથા મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. જેમાં ખુનની કોશીષ, અપહરણ, ફાયરીંગ, બનાવટી ચલણી નોટ, મારામારી, આર્મ્સ એક્ટ, પોલીસ જાપ્તામાંથી ફરાર, વિદેશી-દેશી દારૂ, ધાક-ધમકી આપવી જેવા કુલ મળીને 41 ગુનામાં સંડોવણી સામે આવી છે. તે છોટાઉદેપુર જિલ્લાના પાવનડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે સજા કાપી રહ્યો હતો. ગત વર્ષે મે 2022માં તે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો.

લોડેડ પિસ્તોલ અને જીવતા કારતુસ મળતાં પોલીસ ચોંકી
અન્થોની જ્યારે ઝડપાયો ત્યારે તેની પાસેથી કમરમાં સંતાડેલી લોડેડ પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. વધુ તપાસમાં તેની પાસેની બેગમાંથી બીજી એક લોડેડ પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ સાથે તેની પાસેથી બે મોબાઇલ તથા તેના ફોટાવાળા આધાર કાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યા હતા. જેમાં તેનું નામ સન્ની મહેશ સિંઘાનીયા (રહે. મુંબઇ) લખવામાં આવ્યું હતું.

પોલીસની ઉંડી તપાસ
એન્થોની ઉર્ફે અનિલ પાસેથી મળેલી પિસ્તોલ વિશે પોલીસે તપાસ શરુ કરી હતી. તે ક્યા ઇરાદાથી લોડેડ પિસ્તોલ લઇને વડોદરા આવ્યો તેની ઝીણવટભરી તપાસ શરુ કરાઇ છે. વિવિધ બાબતના મુદ્દાઓને ધ્યાને રાખીને એન્થોનીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો----અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાતથી ચીન ભડક્યું, જાણો મામલો શું છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

.

×