Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WEATHER UPDATE : રાજ્યમાં લોકોને મળશે ગરમીથી રાહત, ટૂંક સમયમાં જ થશે મેઘરાજનું આગમન

WEATHER UPDATE : રાજ્યમાં પડી રહેલી આ ભીષણ ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હવે આ કાળઝાળ ગરમીને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આજથી ગરમીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. આજથી વાતાવરણના તાપમાનમાં ઘટાડો થઈ...
weather update   રાજ્યમાં લોકોને મળશે ગરમીથી રાહત  ટૂંક સમયમાં જ થશે મેઘરાજનું આગમન
Advertisement

WEATHER UPDATE : રાજ્યમાં પડી રહેલી આ ભીષણ ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હવે આ કાળઝાળ ગરમીને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આજથી ગરમીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. આજથી વાતાવરણના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તાપમાનમાં ઘટાડો થતા લોકોને ચોક્કસપણે રાહત થશે. નોંધનીય છે કે, ટૂંક સમયમાં  રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પણ આરંભ થશે. ચાલો જાણીએ સમગ્ર બાબત.

WEATHER UPDATE

WEATHER UPDATE

Advertisement

ભીષણ ગરમી બાદ હવે લોકોને ગરમીથી રાહત મળવાની છે. 7 જૂનથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. 6 જૂન સુધી ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ રહેશે. ગુજરાતમાં હવે 15 જૂનથી ચોમાસાનું આગમાન થશે. મળતી માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત અને કચ્છમાં પણ આંધી-વંટોળ ફૂંકાશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પહેલાં છૂટા-છવાયા વરસાદની પણ આગાહી રહેવાની છે. રાજ્યમાં ચોમાસુ સારુ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

Advertisement

ગુજરાતના જિલ્લાઓમાં ગરમીના આંકડા

  • સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન
  • હિંમતનગરમાં 41 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 40.5 ડિગ્રી તાપમાન
  • અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 39.7 ડિગ્રી તાપમાન
  • છોટા ઉદેપુરમાં 39.7 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન
  • દાહોદમાં 39.3 ડિગ્રી તાપમાન
  • ભુજમાં 38.8 ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં 37.5 ડિગ્રી તાપમાન
  • વલસાડમાં 36.8 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 35.7 ડિગ્રી તાપમાન

આ પણ વાંચો : Junagadh: 24 કલાકમાં ગણેશ ગોંડલની ધરપકડ કરાય નહીં તો જૂનાગઢ શહેર બંધ કરીશું

Tags :
Advertisement

.

×