Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવી જનરેશનને થયું શું છે ? નવસારીની યુવતીનો ચાલુ વાહને ડાન્સ કરતો Video Viral

વાહન ચલાવતા સમયે ડાન્સ કરતી યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, આ વીડિયો નવસારીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવતી ચાલુ સ્કૂટી ઉપર ગીત સાંભળતા ડાન્સ કરી રહી છે, જેનો વીડિયો પાછળ...
Advertisement

વાહન ચલાવતા સમયે ડાન્સ કરતી યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, આ વીડિયો નવસારીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવતી ચાલુ સ્કૂટી ઉપર ગીત સાંભળતા ડાન્સ કરી રહી છે, જેનો વીડિયો પાછળ ચાલતી કારના ચાલકે બનાવ્યો છે. જો તમે આ વીડિયો જોશો તો તમે પણ ચોંકી જશો, કારણ કે યુવતી ચાલુ વાહને બંને હાથ છોડી જોખમી રીતે ડાન્સ કરી રહી છે.

વાહન ચલાવતા યુવતીનો ડાન્સ વીડિયો વાયરલ

Advertisement

અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 10 લોકોને કચડી નાખ્યા બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યના અન્ય શહેરોમાં પોલીસની ડ્રાઈવ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ સમયમાં જ બે હાથ છોડી સ્કૂટી ચલાવી, ડાન્સ કરતી યુવતીનો આ વીડિયો વાયરલ થયો છે. જે દર્શાવે છે કે આટલા ગમખ્વાર અકસ્માત બાદ પણ અમુક લોકોમાં જાગૃતતા આવી નથી. વીડિયો ઇટાળવાથી છાપરા જતા માર્ગનો છે. જાહેર માર્ગ પર વાહનોની વચ્ચે સ્ટીયરિંગ પરથી બંને હાથ છોડી જોખમી રીતે યુવતી વિચિત્ર ડાન્સ કરી રહી છે, આ સમયે તે એ પણ ભૂલી ગઇ છે કે કોઇ પણ સમયે તે અકસ્માતનો ભોગ બની શકે છે. વીડિયો એટલો ખતરનાક છે કે હવે લોકો તેને જોયા બાદ યુવતીને તેની આ બેદરકારી પર ઠપકો આપી રહ્યા છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આજે પણ નવયુવાનો રોડ સેફ્ટી અંગે જાગૃત નથી. આ યુવતી એક એવા માર્ગ પર આવી બેદરકારી બતાવી રહી છે કે જ્યા અન્ય વાહનોની પણ અવર-જવર જોવા મળે છે. ઈસ્કોન બ્રિજ જેવા ખતરનાક અકસ્માત બાજ પણ યુવાનો રોડ પર આ પ્રકારની બેદરકારી દાખવતા અન્યોને પણ જોખમમાં મુકી રહ્યા છે. આવા સ્ટંટબાજોના કારણે જે લોકો સાવચેતીથી વાહન ચલાવતા હોય છે તે પણ ડરી ડરીને વાહન ચલાવતા જોવા મળે છે.

આ પણ વાંચો - ઓગસ્ટમાં પડશે ભારેથી અતિભારે વરસાદ : અંબાલાલ પટેલ

આ પણ વાંચો - Tiger ની વસ્તી ગણતરીના આંકડા જાહેર, મધ્યપ્રદેશમાં સૌથી વધુ 785 વાઘ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×