દેડીયાપાડાના શિક્ષકે સાંસદ વિરુદ્ધ વિડીયો બનાવ્યો તો થઈ ગયા ઘરે ભેગા..
હવે રાજકીય નેતા વિષે ટિપ્પણી કરવી સરકારી અધિકારીઓ માટે સસ્પેન્ડ થવાનું કારણ બની રહી છે. દેડિયાપાડાના એક શિક્ષકે પોતાની સાચી વેદનાનું વિડીયો બનાવી સોશ્યલ મીડિયા ઉપર મુકતા સરકારી પ્રાથમિક શાળામાંથી વિડીયો બનાવનાર શિક્ષકને સસ્પેન્ડ લેટર મળી ગયો અને એટલા જ માટે એક પંકિત અહીં યાદ આવે છે "દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન બદલ ગયા ઈન્સાન" અને આ કિસ્સો સરકારી કર્મચારીઓ માટે પણ ગંભીર બની ગયો છે.
સાંસદ વિરુદ્ધ VIDEO બનાવ્યો તો કર્યા નોકરીથી સસ્પેન્ડ
સોશિયલ મીડિયાના જમાનામાં સાચી વાત મુકવી દરેક નાગરિકો અધિકાર છે અને વિક્સિત ગુજરાતમાં વિકાસથી વંચિત જીલ્લાના લોકો પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડતા હોય છે. છેવાડાના જિલ્લામાં એટલે કે દેડીયાપાડાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભારજી વસાવાએ પીવાના પાણીની સમસ્યાને લઈ તેઓ પરેશાન હતા અને તેઓ જાતે પાણી માથે ધડા,દેગડા ભરીને લાવતા હતા અને પાણીની સમસ્યા ગંભીર હતી અને આ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મુદ્દે શિક્ષકે પોતાની વેદના સોશ્યલ મીડિયાના માધ્યમથી છ ટર્મ થી સાંસદ પદે બિરાજમાન મનસુખ વસાવાને સોશ્યલ મીડિયાના માધ્યમથી VIDEO બનાવી વાયરલ કર્યો હતો.શું વિડીયો બનાવ્યો અને શું તેમની વેદના છે તે જાણીએ...
હવે વાત કરીએ શિક્ષક ભારજી વસાવાએ ખોટું શું કર્યું. છ ટર્મથી સાંસદ પદ ઉપર રહેલા મનસુખ વસાવા એક પાણીની સમસ્યા હલ ન કરી શકે પણ એક શિક્ષકની સમસ્યા હલ કરવાના બદલે શિક્ષકને વિડીયો બનાવવા બદલ ગિફ્ટમાં મળ્યો સસ્પેન્ડ લેટર અને સવાર થતા જ શાળા એ ગયેલા શિક્ષકને પ્રાર્થના બાદ શિક્ષકને જાણવા મળ્યું જે તમે શાળાના નિયમ વિરુદ્ધ કામ કર્યું છે એટલા માટે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ લેટર જોતા જ શિક્ષકની આંખમાં આંસુ આવી ગયા હતા.કારણ કે શિક્ષકની કમાણી ઉપર પરિવારના આઠ સભ્યનુ ઘર ચાલતું હતું અને સસ્પેન્ડ લેટર બાદ શિક્ષકે પણ પોતાની વેદના રજુ કરી હતી.
ચૈતર વસાવા અમલેશ્વર ગામમાં પ્રચાર અર્થે ગયા તો થઈ ગઈ સ્ટ્રીટ લાઈટો બંધ
લોકસભાની ચૂંટણી ટાણે બે આદિવાસી નેતા વચ્ચે ટક્કર જામી રહી છે અને આપ અને ભાજપના ઉમેદવારો મામા - ભાણેજ હોય પણ કિસમે કિતના હે દમ માટે ગણતરી બાદ ખબર પડશે પણ ચૈતર વસાવા અમલેશ્વર ગામમાં પ્રચાર અર્થે આવવાના હોય જેને લઈને સ્ટ્રીટ લાઈટો બંધ કરાઈ હોવાની પોસ્ટોએ સોશ્યલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી છે.ચૈતર વસાવા એ મોબાઈલ ની ટોર્ચના અજવારે લોકો સાથે સભા સંબોધી હતી.ત્યારે ચૈતર વસાવાએ પણ ફિલ્મી ડાયલોગમાં કહ્યું કે અપના ટાઈમ આયેગા.
અહેવાલ - દિનેશ મકવાણા
આ પણ વાંચો : કોંગ્રેસ કોર્પોરેટરના પતિનો રોફ, ઈજનેર પાસેથી માસિક 1 લાખ માંગતા મામલો પોલીસ મથકે




