શું હિન્દુ મનીષ દોશીને પૂછીને કાર્યક્રમ યોજશે ? : યજ્ઞેશ દવે
બાગેશ્વર બાબાને લઈ રાજકારણ ગરમાયું બાબા બાગેશ્વર મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે ભાજપ નેતા ડૉ.યજ્ઞેશ દવેનું કોંગ્રેસ પર નિશાન કોઈપણ વ્યક્તિ ધર્મનો કાર્યક્રમ યોજી શકે છેઃ યજ્ઞેશ દવે શું હિન્દુ મનીષ દોશીને પૂછીને કાર્યક્રમ યોજશેઃ યજ્ઞેશ દવે આ ડર 2024ની ચૂંટણીનો છેઃ...
Advertisement
બાગેશ્વર બાબાને લઈ રાજકારણ ગરમાયું
બાબા બાગેશ્વર મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે
ભાજપ નેતા ડૉ.યજ્ઞેશ દવેનું કોંગ્રેસ પર નિશાન
કોઈપણ વ્યક્તિ ધર્મનો કાર્યક્રમ યોજી શકે છેઃ યજ્ઞેશ દવે
શું હિન્દુ મનીષ દોશીને પૂછીને કાર્યક્રમ યોજશેઃ યજ્ઞેશ દવે
આ ડર 2024ની ચૂંટણીનો છેઃ યજ્ઞેશ દવે
ગુજરાતમાં બાગેશ્વરધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે તે પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ શરુ થયું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાબાના ગુજરાત પ્રવાસને લઇને આમને સામને આવી ગયા છે. ભાજપના નેતા ડો.યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે શું હિન્દુ મનિષ દોશીને પૂછીને કાર્યક્રમ યોજશે? આ ડર 2024ની ચૂંટણીનો છે તેવો સવાલ તેમણે કર્યો છે.
બાબાના ગુજરાત આગમન પગલે ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો
બાગેશ્વરબાલાજી ધામના ભારે ચર્ચામાં રહેલા ધર્મગુરુ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિનાના અંતમાં ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજવાના છે. આ ત્રણેય કાર્યક્રમો માટે ભારે તડામાર તૈયારી થઇ રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની તાજેતરની બિહાર મુલાકાત પણ ભારે ચર્ચામાં રહી હતી ત્યારે હવે બાબાના ગુજરાત આગમન પગલે ગુજરાતના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે.
अब हिंदूको अपने कार्यक्रम करनेके लिएभी मनीष दोशीकी इजाजत लेनी पड़ेगी?
व्यक्ति जोभी धर्ममें मानता हो उस धर्म के कार्यक्रम का आयोजन भी कर सकता है और उसमें जाभी सकता है चाहे उसका जीवन राजनीतिक हो या ना हो
आज कहा गुजरात में चुनाव है?
दोशीजी हमें भी पता है की यह डर 2024 का है?— Dr.Yagnesh Dave (@YagneshDaveBJP) May 19, 2023
શું હવે હિન્દુને પોતાના કાર્યક્રમ કરવા માટે પણ મનિષ દોશીની મંજૂરી લેવી પડશે?
બાબાના આગમન પૂર્વે ભાજપના નેતા ડો.યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને કહ્યું છે કે શું હવે હિન્દુને પોતાના કાર્યક્રમ કરવા માટે પણ મનિષ દોશીની મંજૂરી લેવી પડશે? વ્યક્તિ જે પણ ધર્મમમાં માનતો હોય તે ધર્મના કાર્યક્રમનું આયોજન પણ તે કરી શકે છે અને તેમાં જઇ પણ શકે છે. ભલે તે રાજકારણમાં હોય કે ના હોય...
ડો. યજ્ઞેશ દવેએ ટ્વિટમાં કહ્યું કે અત્યારે ક્યાં ગુજરાતમાં ચૂંટણી છે. ? દોશીજી અમને ખબર છે કે આ ડર 2024નો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement


