Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં મહુવામાં 12 ઇંચ, તો બારડોલીમાં 8 ઇંચ વરસાદ

અહેવાલઃ ઉદય જાદવ, સુરત  સુરત જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના મહુવામાં 12 ઇંચ વરસાદ અને બારડોલી તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મોડીરાત્રે વરસેલા ધોધમાર વરસાદને પગલે સુરત...
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ  છેલ્લા 24 કલાકમાં મહુવામાં 12 ઇંચ  તો બારડોલીમાં 8 ઇંચ વરસાદ
Advertisement

અહેવાલઃ ઉદય જાદવ, સુરત 

સુરત જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના મહુવામાં 12 ઇંચ વરસાદ અને બારડોલી તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મોડીરાત્રે વરસેલા ધોધમાર વરસાદને પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. બારડોલીમાં ભારે વરસાદને લઈને રેલ્વે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ મીંઢોણા નદી બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત બારડોલીના તલાવડી અને ડીએમનગરમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી.

Advertisement

Advertisement

સુરત જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. બે દિવસના વિરામ બાદ ફરી એક વખત સુરત જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસયા હતા. છેલ્લા 24 કલાકમાં મહુવા તાલુકામાં 12 ઇંચ વરસાદ અને બારડોલી તાલુકામા 8 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ખાસ કરીને બારડોલીમાં ભારે વરસાદને લઈને ડીએમ નગરમાં પાણી ભરાઈ ગયા હતા. રહીશોના વાહનો પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. પાણી ભરાવવાને લઈને લોકોને હાલાકી પડી હતી.

સુરત જિલ્લામાં મેઘ મહેરને લઈને મીંઢોણા નદી પણ બે કાંઠે વહી રહી છે. બારડોલીમાં આવેલા તલાવડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી. ભારે વરસાદને લઈને બારડોલી રેલ્વે અંડર પાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

વરસેલા ધોધમાર વરસાદને પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લા કલેકટરે બારડોલી અને મહુવા તાલુકાની તમામ શાળાઓમાં રજા રાખવાના આદેશ કર્યા છે. તાલુકા પ્રમાણે કન્ટ્રોલ રૂમના સંપર્ક નંબર પણ જાહેર કરી દીધા છે. આ ઉપરંત બારડોલીના 17 રસ્તા બંધ છે. જયારે મહુવાના 10 રસ્તા બંધ છે. આ સાથે પલસાણાના 4 અને માંડવીનો એક રસ્તો બંધ થઈ ગયો છે. તંત્રના જણાવ્યા મુજબ બારડોલી ખાતે મીંઢૉળા નદી પર આવેલ લો લેવલ કોઝવે ઓવરફ્લો થયેલ છે અને રસ્તો બંધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખરવાણ થી ઘડોઇ જતો રસ્તો પાણી ભરાવાથી બંધ કરેલ છે. મળતી માહિતી મુજબ ભારે વરસાદને પગલે બારડોલી નગરના જલારામ મંદિરની પાછળથી 13 લોકોનું રેસક્યું કરવામાં આવ્યા હતા. તેમજ ડી.એમ નગર અને એમ. એન પાર્ક નગરમાંથી પણ 11 લોકોનું રેસ્ક્યું કરાયું હતું અને તેઓને સહી સલામત સ્થળે લાવવામાં આવ્યા હતા

Advertisement

.

×