Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America: રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા બાઇડનની મુશ્કેલીઓ વધી! પુત્ર હંટર પર લાગ્યા લાખો ડોલરની ટેક્સ ચોરીનો આરોપ

અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. જો કે, આ પહેલા ત્યાં રાજકીય માહોલ ગરમાયો છે. રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર હંટર બાઇડન પર ગુરુવારે કેલિફોર્નિયામાં 1.4 મિલિયન ડોલર ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હંટર...
america  રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા બાઇડનની મુશ્કેલીઓ વધી  પુત્ર હંટર પર લાગ્યા લાખો ડોલરની ટેક્સ ચોરીનો આરોપ
Advertisement

અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. જો કે, આ પહેલા ત્યાં રાજકીય માહોલ ગરમાયો છે. રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર હંટર બાઇડન પર ગુરુવારે કેલિફોર્નિયામાં 1.4 મિલિયન ડોલર ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હંટર પર આ આરોપ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા લગાવવામાં આવ્યા છે. આ સિવાય હંટર પર ડેલાવેયરમાં સાલ 2018માં ગેરકાયદેસર બંદૂકની ખરીદી કરવા ઉપરાંત ત્રણ ગુનાહિત આરોપ અને છ ગેરવર્તણૂકના નવા આરોપ દાખલ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં માદક પદાર્થનું સેવન કરનારી વ્યક્તિ બંદૂક અથવા કોઈ અન્ય હથિયાર પોતાની પાસે રાખી શકતી નથી. પરંતુ, આરોપો મુજબ, હંટરે આમ કરીને અમેરિકન કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. જો આ આરોપોમાં હંટરને દોષી ઠહેરાવવામાં આવશે તો તેને 17 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ન્યાય વિભાગ મુજબ, હંટર બાઇડન વિરુદ્ધ તપાસ ચાલુ રહેશે.

Advertisement

ઈરાદાપૂર્વક આવકવેરો જમા ન કરાવ્યા હોવાનો આરોપ

Advertisement

બીજી તરફ હંટર પર ટેક્સ ચોરીનો આરોપ પણ લાગ્યો છે. આરોપ છે કે હંટર બાઇડન દ્વારા ઈરાદાપૂર્વક આવકવેરો જમા કરવામાં આવ્યો નથી. તેમણે સાલ 2017 અને 2018 દરમિયાન લગભગ 14 લાખ ડોલરથી વધુનું ટેક્સ રિટર્ન સમય રહેતા ભર્યું નથી. આરોપોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હંટર બાઇડેને ટેક્સ ભરવાની જગ્યાએ વૈભવી લાઇફસ્ટાઇલ માટે લાખો ડોલરનો ખર્ચ કર્યો છે. જો કે, આ મામલે વ્હાઇટ હાઉસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. માહિતી મુજબ, હંટરની તપાસની દેખરેખ રાખવા માટે એટર્ની જનરલ મેરિક ગારલેન્ડ દ્વારા વિશેષ વકીલ ડેવિડ વેઈસ, ટેક્સ સંબંધિત બાબતોની તપાસ કરવા માટે તાજેતરના દિવસોમાં લોસ એન્જલસમાં ફેડરલ ગ્રાન્ડ જ્યુરીના સંપર્કમાં છે.

આ પણ વાંચો- PM મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય… પુતિને ફરી એકવાર PM મોદીના વખાણ કર્યા

Tags :
Advertisement

.

×