Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હિમપ્રપાતથી અંદાજે 10 લોકોના મોત

પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan) વિસ્તારમાં શનિવારે ભારે હિમપ્રપાતની ઘટના સામે આવી છે. જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અચાનક બનેલી ઘટનાએ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હલચલ મચાવી દીધી...
પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં હિમપ્રપાતથી અંદાજે 10 લોકોના મોત
Advertisement

પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan) વિસ્તારમાં શનિવારે ભારે હિમપ્રપાતની ઘટના સામે આવી છે. જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અચાનક બનેલી ઘટનાએ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હલચલ મચાવી દીધી હતી. પાકિસ્તાન પોલીસે માહિતી આપી હતી કે ગિલગિટ-બાલ્ટિસ્તાનના અસ્ટોર જિલ્લાના શાન્ટર ટોપ વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો.

દુર્ઘટનામાં 4 મહિલાઓ અને એક 4 વર્ષનો બાળક સામેલ

Advertisement

સ્થાનિક પોલીસે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે, પર્વતીય વિસ્તારમાં આવેલા એસ્ટોર જિલ્લાના શાન્ટર ટોપ વિસ્તારમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં ચાર મહિલાઓ અને એક ચાર વર્ષનો બાળક પણ સામેલ હતો. પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં પાકિસ્તાની સેનાના જવાનો પણ બચાવ અભિયાનમાં જોડાયા હતા. જેના કારણે ઘણા લોકોનો આબાદ બચાવ થયો હતો અને ઘાયલ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગિલગિટ-બાલ્ટિસ્તાનના પ્રિન્સિપલ સેક્રેટરી મોહિઉદ્દીન વાનીએ હિમસ્ખલનની પુષ્ટિ કરી અને કહ્યું કે બચાવ ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં કામ કરી રહી છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી ખાલિદ ખુર્શીદ ખાને હિમસ્ખલનમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થાનિક અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Advertisement

જળવાયુ પરિવર્તનના કારણે વધી રહી છે ઘટનાઓ

મુખ્યમંત્રી ખાલિદ ખુર્શીદે ગિલગિટ બાલ્ટિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ગૃહ સચિવ, મહાનિર્દેશક અને અન્ય અધિકારીઓને તાત્કાલિક ઘટનાની તપાસ કરવા જણાવ્યું છે. વડાપ્રધાન શેહબાઝ શરીફે એક ટ્વિટમાં હિમપ્રપાતમાં જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, જળવાયુ પરિવર્તનની વધતી અસરને કારણે પાકિસ્તાનમાં આવી ઘટનાઓ વધી રહી છે. શાહબાઝ શરીફે પોતાના ટ્વીટમાં કહ્યું કે, "પાકિસ્તાન જેવા વિકાસશીલ દેશોને આ નુકસાનકારક અસરોથી બચાવવા માટે સમગ્ર વિશ્વએ પોતાની જવાબદારી નિભાવવી પડશે."

આ પણ વાંચો - થઇ જાઓ સાવધાન, કોરોના કરતા પણ વધુ ખતરનાક બીમારી આવવાની WHO એ આપી ચેતવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×