Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maldives: શાન ઠેકાણે આવી! ભારતીય પ્રવાસીઓનો બહિષ્કારથી માલદીવને રોજનું કરોડોનું નુકસાન

Maldives: માલદીવ છેલ્લા ઘણા સમયથી ભારત અને ભારતીયોની મજાક કરવાને લઈને ચર્ચામાં છે. પરંતુ માલદીવને આ મજાક ખુબ જ ભારે રહીં છે. કારણ કે, અત્યારે માલદીવ આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે. અત્યારે ભારતના નામચિન્હ લોકોના એક અભિયાન બાદ ભારતીયોએ માલદીવની...
maldives  શાન ઠેકાણે આવી  ભારતીય પ્રવાસીઓનો બહિષ્કારથી માલદીવને રોજનું કરોડોનું નુકસાન
Advertisement

Maldives: માલદીવ છેલ્લા ઘણા સમયથી ભારત અને ભારતીયોની મજાક કરવાને લઈને ચર્ચામાં છે. પરંતુ માલદીવને આ મજાક ખુબ જ ભારે રહીં છે. કારણ કે, અત્યારે માલદીવ આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે. અત્યારે ભારતના નામચિન્હ લોકોના એક અભિયાન બાદ ભારતીયોએ માલદીવની તુલાનાએ ભારતીય દ્વીપોને પ્રાથમિકતા આપવાનું શરૂ કરી દીધું છે. મળતી વિગતો પ્રમાણે માલદીવના ટૂરિઝમમાં 11.1% હિસ્સો ભારતના પ્રવાસીઓનો હોય છે. ત્યારે ભારતીય પ્રસાવીયોના બહિષ્કારની અસર અત્યારે માલદીલના અર્થતંત્ર પર થઈ રહીં છે.

ભારતીયોએ કર્યો માલદીવનો બહિષ્કાર

નોંધનીય છે કે, ભારતીય લોકો ફરવાનું વધારે પસંદ કરે છે અને ભારતના ઘણા લોકો માલદીવ ફરવા જવાનું પસંદ કરતા હતાં. પરંતુ અત્યારે ભારતીયોએ માલદીવનો બહિષ્કાર કર્યો છે. જેથી માલદીવની અર્થવ્યવસ્થા ખોરવાઈ છે એવું પણ કહીં શકાય. કારણ કે, માલદીવને અત્યારે રોજનું 9 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ બાબતે માલદીવની ટ્રાવેલ એજન્સીએ કહ્યું કે, આના કારણ માલદીવના 44,000 પરિવારોને થવાની છે.

Advertisement

ભારતનો વિરોધ માલદીવને ભારે પડ્યો

ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ પર ફોટો શૂટ કરાવીને તેની તુલના માલદીવ સાથે કરી હતી. જેથી માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદીની મજાક ઉડાવી હતી. ત્યારે ભારતના તમામ મોટા સેલેબ્સ અને કેન્દ્રીય મંત્રીઓ તેનો માલદીગના મંત્રીઓનો વિરોધ કર્યો અને માસદીવનાં મંત્રીઓને રાજીનામું આવવું પડ્યું હતું. માલદીવના વિરોધ બાદ ભારતીયોએ પણ માલદીવનો બહિષ્કાર કરી દીધો હતો. અત્યારે માલદીવે ત્યા ફરવા જવાનો ખર્ચો અડધો કરી દીધો છે છતાં પણ ભારતીયો ત્યાં ફરવા જવા માટે તૈયાર નથી.

Advertisement

આ પણ વાંચો: જાપાનમાં બે વિમાનો વચ્ચે થઈ ટક્કર, સવાર હતા 289 યાત્રીઓ

માલદીવ ટૂરિઝમને પડ્યો મોટો ફટકો

અત્યારે માલદીવ જતી ભારતની ફ્લાઇ્ટની ટિકિટ 20થી ઘટાડીને 12થી 15 હજાર કરી દેવામાં આવી છે. MakeMyTrip ની વેબસાઇટ પર જોઈએ તો દિલ્હીથી માલદીવની ફ્લાઇટ્સની ટિકિટ માત્ર 8,215 રૂપિયા બતાવી રહી છે. માલદીવના પ્રવાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમામે 2023માં 18 લાખ લોકોએ માલદીવનો પ્રવાસ કર્યો હતો. જેમાંથી 2,09,198 લોકો ભારતીય હતાં. જે માલદીવના ટુરિઝમનો 11.1% હિસ્સો છે. પરંતુ અત્યારે માલદીવ માટે ભારે ચિંતાનો વિષય બની ગયો છે. માલદીવની અર્થવ્યવસ્થા મોટાભાગે ટુરિઝમ પર જ નિર્ભર છે.

Tags :
Advertisement

.

×