Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kidnapping: માતાએ પોતાના યુવાન પુત્ર માટે કર્યું 11 વર્ષની છોકરીનું અપહરણ, જાણો શું છે કારણ?

Kidnapping: સંતાનો માટે માતા-પિતા પોતાની સંપૂર્ણ જીવન ખર્ચી નાખતા હોય છે. તેથી માતા-પિતાના ભગવાનથી પણ મોટા ગણવામાં આવે છે. પરંતુ અત્યારે એક એવો બનાવ સામે આવ્યો કે, જેમાં માતાએ પોતાના દીકરા માટે મર્યાદાને નેવે મૂકી દીધી હતી. નોંધનીય છે કે,...
kidnapping  માતાએ પોતાના યુવાન પુત્ર માટે કર્યું  11 વર્ષની છોકરીનું અપહરણ  જાણો શું છે કારણ
Advertisement

Kidnapping: સંતાનો માટે માતા-પિતા પોતાની સંપૂર્ણ જીવન ખર્ચી નાખતા હોય છે. તેથી માતા-પિતાના ભગવાનથી પણ મોટા ગણવામાં આવે છે. પરંતુ અત્યારે એક એવો બનાવ સામે આવ્યો કે, જેમાં માતાએ પોતાના દીકરા માટે મર્યાદાને નેવે મૂકી દીધી હતી. નોંધનીય છે કે, પોતાના સંતાનો માટે સૌથી સારા જીવનસાથી માટે ઘણી મહેનત કરતા હોય છે. માતા-પિતા સંતાનો માટે સારા જીવનસાથીની પસંદગી કરતા હોય છે પરંતુ તેના માટે કોઈનું અપહરણ (Kidnapping) નથી કરતા! જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ચીનની. ચીનમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે.

ચીનમાં માતાએ તમામ મર્યાદાને નેવે મૂકી

મળતી વિગતો પ્રમાણે ચીનમાં એક માતાએ આવું જ કર્યું, આ માતાએ તેના યુવાન પુત્ર માટે 11 વર્ષની છોકરીનું અપહરણ (Kidnapping) કર્યું. તે કંઈક એવું કરવા માંગતી હતી જે દરેક માતા ઈચ્છતી હોય છે. એટલે કે તે યુવતીને તેના પુત્રની વહુ બનાવવા માંગતી હતી. પરંતુ તેની રીતે ઘણી ચોંકાવનારી હતી. માતાને લાગ્યું કે તે છોકરીને તૈયાર કરશે અને તેને તેના પુત્ર માટે સારી પત્ની બનાવશે, તેને ઘરની રીતો શીખવશે અને તેથી તેણીએ તેનું અપહરણ કરી લીધું. જોકે, આથી હવે તે માતાને આનું પરિણામ ભોગવવું પડશે.

Advertisement

પોતાના દીકરા માટે શોધી રહી હતી કન્યા

તમને જણાવી દઈએ કે, ચીનમાં આ માતાએ પોતાના દીકરા માટે તમામ હદો વટાવી દીધી હતી. ચીનના ગુઇઝોઉ પ્રાંતના લિઉપાંશુઇ શહેરમાં એક ગામ છે, જ્યાં ગયા વર્ષે એક ચોંકાવનારી ઘટના બની હતી. નોંધનીય છે કે, યાંગ નામની એક મહિલા ફેબ્રુઆરી 2023માં કોઈ કામ માટે આ ગામમાં ગઈ હતી. 13 ફેબ્રુઆરીના રોજ તેણીની 11 વર્ષની એક છોકરીને મળી હતી. નોંધનીય છે કે, યાંગને 27 વર્ષનો પુત્ર હતો, જેથી તે પોતાના દીકરા માટે કન્યા શોધી રહી હતી. તેને તે 11 વર્ષની છોકરી એટલી ગમતી હતી કે તેણે વિચાર્યું પણ ન હતું કે તે હજી બાળક છે અને તેના પુત્ર કરતા ઘણી નાની છે. પરંતુ માતાએ પોતાની રીતે જ નક્કી કરી નાખ્યું તે યુવતીના લગ્ન તેના પુત્ર સાથે કરાવશે.

Advertisement

પોલીસે આરોપી માતાની કરી ધરપકડ

નોંધનીય છે કે, તે યુવતીના માતા-પિતા સામે પોતાના દીકરા માટે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો પરંતુ યુવતીના પરિવારે ના પાડી દીધી હતી. જેથી આ માહિલાએ બાળકીનું અપહરણ કરી લીધું.14 ફેબ્રુઆરીના રોજ બાળકી ઘરે એકલી હતી ત્યારે માતાએ બાળકીનું અપહરણ કર્યું હતું. મહિલા તેને તેની સાથે યુનાનમાં તેના ઘરે લઈ ગઈ પરંતુ 6 દિવસ પછી તે પોલીસના હાથે ઝડપાઈ ગઈ. પુત્રની પણ 4 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પ્રેમ પ્રકરણમાં પતિએ પત્નીના પ્રેમીને મોકલ્યો બોમ્બ, બ્લાસ્ટમાં 2 ના મોત

આ પણ વાંચો: Pakistan : ચીનના ચન્દ્ર મિશનમાં પાકિસ્તાનીઓએ જ….

આ પણ વાંચો: NASA એ કરી મહત્વની જાહેરાત! મંગળ પર જશે 4 માનવી, પરંતુ શું જીવતા પાછા આવશે?

Tags :
Advertisement

.

×