Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાયલોટની સમજદારીએ મુસાફરોનો બચાવ્યો જીવ, લેન્ડિંગ ગેયર વિના લેન્ડ કર્યું વિમાન

વિશ્વમાં સૌથી સુરક્ષિત મુસાફરી પ્લેનની કહેવામાં આવે છે. જોકે, તેમા પ્લેનમાં સામાન્ય ભૂલ પણ જીવને જોખમમાં મુકી દે છે. કઇંક આવું જ બુધવારે એક ડેલ્ટા પ્લેનમાં બન્યું હતું. મળતી માહિતી અનુસાર, મુસાફરોને લઈ જતી ફ્લાઈટ ફ્રન્ટ લેન્ડિંગ ગિયર વિના અમેરિકાના...
પાયલોટની સમજદારીએ મુસાફરોનો બચાવ્યો જીવ  લેન્ડિંગ ગેયર વિના લેન્ડ કર્યું વિમાન
Advertisement

વિશ્વમાં સૌથી સુરક્ષિત મુસાફરી પ્લેનની કહેવામાં આવે છે. જોકે, તેમા પ્લેનમાં સામાન્ય ભૂલ પણ જીવને જોખમમાં મુકી દે છે. કઇંક આવું જ બુધવારે એક ડેલ્ટા પ્લેનમાં બન્યું હતું. મળતી માહિતી અનુસાર, મુસાફરોને લઈ જતી ફ્લાઈટ ફ્રન્ટ લેન્ડિંગ ગિયર વિના અમેરિકાના શાર્લોટ ડગ્લાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, તમામ મુસાફરો સુરક્ષિત છે. લેન્ડિંગ બાદ ક્રૂ દ્વારા પ્લેનને રનવે પરથી હટાવવાની કામગીરી સાથે રનવે બંધ કરવામાં આવ્યો હતો, જેને એરપોર્ટે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું.

પ્લેનમાં બે પાયલોટ અને ત્રણ ફ્લાઈટ એટેન્ડન્ટ સહિત 96 મુસાફરો હતા સવાર

Advertisement

બુધવાર, 28 જૂનના રોજ, ડેલ્ટા પ્લેન ફ્રન્ટ લેન્ડિંગ ગિયર વિના યુએસના શાર્લોટ ડગ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. ડેલ્ટા પ્લેન સાથે સંકળાયેલા એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે મુસાફરોને લઈ જતું પ્લેન સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 7.25 વાગ્યે રવાના થયું હતું. એરલાઈને વધુમાં જણાવ્યું હતું કે બોઈંગ 717 પ્લેનમાં બે પાયલોટ અને ત્રણ ફ્લાઈટ એટેન્ડન્ટ સહિત 96 મુસાફરો સવાર હતા. દરમિયાન, પ્લેન ચાર્લોટ ડગ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પાયલોટ્સને નોઝ ગિયર અસુરક્ષિત હોવાનો સંકેત મળ્યો. ત્યારબાદ ક્રૂએ વધુ તપાસ હાથ ધરવા માટે મિસ્ડ એપ્રોચ પ્રક્રિયા શરૂ કરી.

Advertisement

તપાસમાં શું જાણવા મળ્યું ?

એર ટ્રાફિક કંટ્રોલ અધિકારીઓને તપાસ કરવા દેવા માટે ચાર્લોટ એરપોર્ટના એટીસી ટાવરમાંથી પ્લેન પસાર કરવામાં આવ્યું હતું. ડેલ્ટાએ કહ્યું કે, તે દર્શાવે છે કે નોઝ લેન્ડિંગ ગિયરના દરવાજા ખુલ્લા હતા, પરંતુ નોઝ ગિયર ઉપરની તરફ ખુલ્લો હતો. મુસાફરોનું કહેવું છે કે લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં કોઈ અંધાધૂંધી થઈ ન હોતી. તેમણે ક્રૂના કામની પણ પ્રશંસા કરી.

થોડા દિવસો પહેલા પ્લેનનું ફાટ્યું હતું ટાયર

ઉલ્લેખનીય છે કે, હોંગકોંગમાં કેથે પેસિફિકના પ્લેનમાં મોટો અકસ્માત ટળી ગયો. ટેક-ઓફ દરમિયાન પ્લેનનું ટાયર ફાટી ગયું, જેમાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હોંગકોંગથી લોસ એન્જલસ જઈ રહેલી આ ફ્લાઈટમાં 293 મુસાફરો હતા. કેથે પેસિફિકે એક નિવેદનમાં જણાવ્યું કે, શનિવારે વહેલી સવારે હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેથે પેસિફિક ફ્લાઈટ CX880માં 11 લોકો ઘાયલ થયા હતા. ટેક્નિકલ સમસ્યાના કારણે ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - GUJARATFIRST@US : ‘દુનિયાના કોઇ દેશ પાસે આવા વડાપ્રધાન નથી’, PM મોદી પર અમેરિકામાં વસતા ભારતીયો આફ્રિન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×