Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શંકા થઇ તો પત્ની પર ડ્રોન કેમેરાથી નજર રાખી, પછી જે સામે આવ્યું તેણે પતિના રૂંવાડા ઉભા કરી દીધા

Wife Cheated Husband : દામ્પત્ય જીવન (Married Life) વિશ્વાસ પર ટકેલું હોય છે. જ્યારે પણ આ સંબંધમાં શંકાનો પ્રવેશ થાય છે ત્યારે ઘર તૂટવાની સંભાવનાઓ વધી જાય છે. આવું લગભગ ત્યારે જ થાય છે કે જ્યારે પતિ અથવા પત્ની (husband...
શંકા થઇ તો પત્ની પર ડ્રોન કેમેરાથી નજર રાખી  પછી જે સામે આવ્યું તેણે પતિના રૂંવાડા ઉભા કરી દીધા
Advertisement

Wife Cheated Husband : દામ્પત્ય જીવન (Married Life) વિશ્વાસ પર ટકેલું હોય છે. જ્યારે પણ આ સંબંધમાં શંકાનો પ્રવેશ થાય છે ત્યારે ઘર તૂટવાની સંભાવનાઓ વધી જાય છે. આવું લગભગ ત્યારે જ થાય છે કે જ્યારે પતિ અથવા પત્ની (husband or wife) ના વર્તણૂકમાં ફેરફાર (Behavior Change) જોવા મળે છે. ઘણીવાર વર્તણૂક ફેરફાર થવાનું કારણ કોઇ અન્યના સંપર્કમાં આવવાથી પણ થાય છે. ચીનથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમા એક માણસને તેની પત્ની પર શંકા જાય છે અને તે પછી તે ડ્રોન કેમેરા (Drone Camera) ની મદદથી તેનો પીછો કરે છે. જેમાં એક એવું દ્રશ્ય સામે આવ્યું જેણે પતિના હોશ ઉડાવી દીધા હતા.

ડ્રોન કેમેરાથી પત્ની પર રાખી નજર

ઘણા સંબંધો એવા છે કે જેમા વિશ્વાસ સૌથી વધુ જરૂરી છે. ખાસ કરીને પતિ અને પત્ની (husband and wife) ના સંબંધમાં વિશ્વાસનું હોવું જરૂરી છે. પણ ઘણીવાર વિશ્વાસની સામે બેવફાઈ મળી જાય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. કઇંક આવો જ એક કિસ્સો ચીનથી સામે આવ્યો છે જેમા એક શખ્સ કે જેનું નામ જિંગ છે તેને તેની પત્ની પર શંકા જતા તેણે તેની પત્ની પર ડ્રોન કેમેરાથી નજર રાખવાનું શરૂ કરી દીધું. 33 વર્ષીય જિંગ અને તેની પત્ની એક સાથે જ કામ કરતા હતા. તેમનેો ઘર સંસાર ખુશીઓથી ભરેલો હતો પણ અચાનક જિંગની પત્નીના વર્તણૂકમાં ફેરફાર જોવા મળતા જિંગે તેની તપાસ શરૂ કરી. તે પછી જે તેણે જોયું તેની તેણે ક્યારે પણ કલ્પના કરી નહોતી. જિંગે તેનીની પત્નીની જાસૂસી કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. કેમેરાએ બતાવ્યું કે એક કાર રોકાઈ અને તેની પત્ની તેમાં બેસીને જતી રહી. તે ડ્રોન વડે પીછો કરતો રહ્યો. કાર પહાડોમાં ઉભી રહી અને એક પુરુષ તેની પત્ની સાથે નીચે ઉતર્યો. ત્યારબાદ બંને લોકોએ માટીની એક ઝૂંપડીમાં શારીરિક સંબંધો બાધ્યા અને લગભગ 20 મિનિટ પછી તેઓ ત્યાંથી નીકળી ગયા અને સાથે ઓફિસ આવ્યા.

Advertisement

જેની સાથે પત્ની ફરતી હતી તે નીકળ્યો...

તેને આશ્ચર્ય થયું કે તેની પત્ની જેની સાથે ફરી રહી હતી તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેનો બોસ હતો. જેની ફેક્ટરીમાં તેઓ બંને કામ કરતા હતા. આ કેસ પછી જિંગ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો અને તેણે પત્નીને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો હતો. જિંગના કહેવા પ્રમાણે, તેની પાસે પુરાવા તરીકે તેની પત્નીની બેવફાઈના ફૂટેજ છે. તેના આધારે તે છૂટાછેડા લેશે. ટેક્નોલોજીની મદદથી પત્નીની બેવફાઈનો પર્દાફાશ કરવાનો મુદ્દો હાલમાં સોશિયલ મીડિયા પર પ્રકાશમાં આવ્યો છે. લોકો આના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આપનું શું માનવું છે આ સમગ્ર મામલે પતિએ શું કરવું જોઇએ.

Advertisement

આ પણ વાંચો - School Counsellor Luisa Melchionne: શાળાની મહિલા સંચાલકે સગીર વિદ્યાર્થીને તેના નગ્ન ફોટો અને વિડીયો મોકલ્યા

આ પણ વાંચો - Israel : ઇઝરાયેલનો હમાસના પર હવાઈ હુમલો, 71 મોત

Tags :
Advertisement

.

×