કેનેડામાં રદ થયો ખાલિસ્તાનનો જનમત સંગ્રહ, પોસ્ટરમાં લગાવી હતી AK-47ની તસ્વીર
કેનેડિયન સત્તાવાળાઓએ ખાલિસ્તાન જનમત સંગ્રહના આયોજકોને ફટકો આપતા શાળામાં કાર્યક્રમ યોજવાની તેમની પરવાનગી પાછી ખેંચી લીધી છે. 10 સપ્ટેમ્બરે કોલંબિયા શહેરની એક શાળામાં જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રવક્તાએ કહ્યું, 'આ કાર્યક્રમ તેના માટે કરાયેલા કરારમાં ઉલ્લંઘનને કારણે...
Advertisement
કેનેડિયન સત્તાવાળાઓએ ખાલિસ્તાન જનમત સંગ્રહના આયોજકોને ફટકો આપતા શાળામાં કાર્યક્રમ યોજવાની તેમની પરવાનગી પાછી ખેંચી લીધી છે. 10 સપ્ટેમ્બરે કોલંબિયા શહેરની એક શાળામાં જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રવક્તાએ કહ્યું, 'આ કાર્યક્રમ તેના માટે કરાયેલા કરારમાં ઉલ્લંઘનને કારણે રદ કરવામાં આવ્યો હતો.' આ કાર્યક્રમમાં હથિયારોના ફોટાની સાથે-સાથે સ્કૂલના પણ ફોટા હતા. રેફરન્ડમ પોસ્ટરમાં AK-47 તેમજ અન્ય ઘણા પ્રકારના હથિયારોના ફોટા હતા.
ખાલિસ્તાન રેફરન્ડમ' કાર્યક્રમ માટે શાળાનો એક હોલ ભાડે આપવામાં આવ્યો હતો. ગયા સપ્તાહની શરૂઆતમાં, લોકમત અને આ હેતુ માટે સરકારી શાળાના ઉપયોગથી નારાજ ભારતીય-કેનેડિયનોએ સ્કૂલ બોર્ડને ફરિયાદ કરી હતી. આ લોકોએ શાળાના પરિસરમાં ચારે તરફ તલવિંદર સિંહ પરમારના પોસ્ટરો ચોંટાડવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. પરમારને એર ઈન્ડિયા ફ્લાઈટ 182 કનિષ્ક પર આતંકવાદી બોમ્બ વિસ્ફોટનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેમાં 23 જૂન, 1985ના રોજ 329 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
સરે શહેરના લોકોએ વિરોધ કર્યો હતો
ઈન્ડો-કેનેડિયન વર્કર્સ એસોસિએશને આ કાર્યક્રમ રદ કરવા માટે સ્કૂલ બોર્ડને પત્ર પણ મોકલ્યો હતો. AK-47 બંદૂકનો ફોટો ટાંકીને સરેના રહેવાસીઓએ એક પત્રમાં જણાવ્યું હતું કે, "શાળા બોર્ડ, સરે શહેર અને સ્થાનિક સરકાર આ પ્રકારના કાર્યક્રમો યોજીને ધોળે દિવસે બંદૂક દ્વારા થતી હિંસાને પ્રોત્સાહન આપવા માટે માતાપિતા પ્રત્યે જવાબદાર છે." તમને જણાવી દઈએ કે આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ આવો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. સિડનીના બ્લેકટાઉન શહેરમાં ખાલિસ્તાનીઓનો જનમત સંગ્રહ કાર્યક્રમ યોજાવાનો હતો


