Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

26 January: મુખ્ય મહેમાનની પસંદગી કોણ કરે છે? કોને આપવામાં આવે છે મહત્વ?

26 January: ભારત આજે 75મો ગણતંત્ર દિવસ બનાવી રહ્યું છે. આજના આ રાષ્ટ્રીય પર્વને વધુ ખાસ બનાવવા માટે કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે. આજે ગણતંત્ર દિવસની થીમ મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખીને રાખવામાં આવી છે. પરેડ અને ટેબલાનું પ્રતિનિધિત્વ પણ...
26 january  મુખ્ય મહેમાનની પસંદગી કોણ કરે છે  કોને આપવામાં આવે છે મહત્વ
Advertisement

26 January: ભારત આજે 75મો ગણતંત્ર દિવસ બનાવી રહ્યું છે. આજના આ રાષ્ટ્રીય પર્વને વધુ ખાસ બનાવવા માટે કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે. આજે ગણતંત્ર દિવસની થીમ મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખીને રાખવામાં આવી છે. પરેડ અને ટેબલાનું પ્રતિનિધિત્વ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજના સમારોહ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કરવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલય પણ સામેલ હોય છે

આ દિવસ માટે કોઈ પણ એક દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને આમંત્રીત કરવામાં આવે છે. આ પ્રક્રિયાનું આયોજન 6 મહિના પહેલાથી જ થવા લાગે છે. આ દરમિયાન વિદેશ મંત્રાલય પણ સામેલ હોય છે જેથી કયા દેશ સાથે આપણો કેવો વ્યવહાર છે તે વિશે જાણી શકાય. ઉલ્લેખનીય છે કે, આના માટે ભારતના વિદેશ સાથેના રાજનીતિક, આર્થિક, સૈન્ય અને વાણિજ્યક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે.

Advertisement

અતિથીની પસંદગી માટે વિદેશ મંત્રાલય તેમણે પસંદ કરેલા અતિથીની એક યાદી તૈયાર કરે છે. ત્યાર બાદ તે યાદીને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પાસે મોકલવામાં આવે છે. ત્યાર બાદ પસંદ કરેલા અથિતીની સંભવિત ઉપસ્થિતિ પણ જોવામાં આવે છે કે, તેઓ આ દિવસે આવી શકે તેમ છે કે નહીં. જો તેમની ઉપસ્થિતિ હોય તો પછી તેમની સાથે આ સંદર્ભે વાત કરવામાં આવે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, 26 January: 1950થી જ્યારે ભારતે પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી કરી ત્યારથી જ મુખ્ય અતિથિઓને આમંત્રીત કરવાની શરૂઆત થઈ હતી. 26 જાન્યુઆરી 1950માં ભારતના પ્રથમ મુખ્ય અતિથી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો બન્યા હતા.

ભૂતકાળની વાત કરવામાં આવે તો 1950થી 1970 સુધીના દશકામાં ભારતે બિન-જોડાણવાદી ચળવળ અને પૂર્વીય બ્લોક સાથે સંકળાયેલા ઘણા દેશોને અતિથી તરીકે બોલાવ્યા હતા. આ સાથે મહત્વની વાત એ છે કે, 1968 અને 1974 આ દરમિયાન એવું થયું કે, ભારતે એક દિવસે બે દેશોને મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કર્યા હતા.

1966માં કોઈ પણ મુખ્ય અતિથીને આમંત્રીત નહોતા કરવામાં આવ્યા કારણ કે, 11 જાન્યુઆરી 1966માં લાલ બહાદુર શાત્રીનું તાશકંદમાં અવશાન થયું હતું. આ સાથે ગણતંત્ર દિવસના માત્ર બે જ દિવસ પહેલા ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાનના શપર લીધા હતા. વધુમાં વાત કરીએ તો 2021 અને 2022માં કોરોના મહામારીના કારણ કોઈને આમંત્રીત કરવામાં નહોતા આવ્યા.

આ પણ વાંચો: 26 January: ક્યા રાખવામાં આવ્યું છે હસ્તલિખિત સંવિધાન? ગણતંત્ર દિવસ સંબંધિત 10 તથ્યો

ભારતે અત્યાર સુધીમાં સૌથી વધારે 36 એશિયાઈ દેશોને આ સમારોહમાં અતિથી તરીકે આમંત્રીત કર્યા છે. ત્યાર બાદ યૂરોપના 24 દેશો અને આફ્રિકાના 12 દેશોને આ દિવસે મુખ્ય અતિથી તરીકે આમંત્રીત કર્યા છે. દક્ષિણ અમેરિકાના પાંચ દેશ, ઉત્તર અમેરિકાના ત્રણ દેશ અને ઓશિનિયા ક્ષેત્રના એક જ દેશને ભારતે મુખ્ય મહેમાન બનાવ્યો છે.

Tags :
Advertisement

.

×