Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચાલતી ટ્રેનમાં એક સાથે 80 મુસાફરોની તબિયત લથડી, જાણો શું છે સમગ્ર ઘટના

મહારાષ્ટ્રના પુણે રેલવે સ્ટેશનથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ ટ્રેનના 80 મુસાફરોની તબિયત અચાનક લથડી હતી. આવી સ્થિતિમાં ટ્રેન પૂણે પહોંચતા જ તમામ મુસાફરોને સારવાર આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, જમવામાં આવેલા કેટલાક...
ચાલતી ટ્રેનમાં એક સાથે 80 મુસાફરોની તબિયત લથડી  જાણો શું છે સમગ્ર ઘટના
Advertisement

મહારાષ્ટ્રના પુણે રેલવે સ્ટેશનથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ ટ્રેનના 80 મુસાફરોની તબિયત અચાનક લથડી હતી. આવી સ્થિતિમાં ટ્રેન પૂણે પહોંચતા જ તમામ મુસાફરોને સારવાર આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, જમવામાં આવેલા કેટલાક ઝેરી તત્વોએ આ મુસાફરોને પોતાનો શિકાર બનાવ્યા છે જેના કારણે મુસાફરોને ફૂડ પોઈસનિંગ થઈ ગયો હતો.

મુસાફરો પુણે પહોંચ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડોકટરોને જાણવા મળ્યું કે તમામ મુસાફરોની હાલત હાલમાં સ્થિર છે. પુણે રેલ્વે પ્રશાસને કહ્યું કે જ્યારે ટ્રેન પુણે પહોંચી ત્યારે એક સાથે 80 મુસાફરોની તબિયત લથડતી હોવાનો કેસ નોંધાયો હતો. જે બાદ તેમને સ્ટેશન પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં અહીં તમામની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હાલ રેલવે આ મામલે તપાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો -- Uttarkashi Tunnel : રેટ માઈનિંગ કરનારાઓએ જીત્યા દિલ, ટનલ ડ્રિલિંગ માટે પૈસા લેવાની ના પાડી અને કહ્યું- આ દેશમાં…

Advertisement

Tags :
Advertisement

.

×