હવે એક 'ગુંડા' ના દબાણને વશ થઈ ગઈ છે AAP : સ્વાતિ માલીવાલ
સ્વાતિ માલીવાલ (Swati Maliwal) નો મુદ્દો હવે આમ આદમી પાર્ટી (AAP) માટે મોટા વિખવાદનું કારણ બની રહ્યો છે. સ્વાતિ માલીવાલની તબીબી તપાસ (Medical examination) માં મારપીટની પુષ્ટિ થઈ છે અને કોર્ટમાં 164નું નિવેદન નોંધવામાં આવ્યું છે. દરમિયાન, આમ આદમી પાર્ટી અને સ્વાતિ માલીવાલ (AAP and Swati Maliwal) વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપોને ફગાવી દીધા છે અને તેને ભાજપ (BJP) નું ષડયંત્ર ગણાવ્યું છે. બીજી તરફ સ્વાતિ માલીવાલે શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના PA બિભવ કુમાર (Bibhav Kumar) પરના કથિત 'હુમલા'ના આરોપોને પાયાવિહોણા (baseless) ગણાવતા કહ્યું કે AAP 'ગુંડા'ના દબાણને વશ થઈ ગઈ છે અને હવે તેના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવી રહી છે.
મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવી રહી છે AAP : સ્વાતિ માલીવાલ
હવે સ્વાતિ માલીવાલ અને આમ આદમી પાર્ટી ગેરવર્તણૂક મુદ્દે આમવે સામને આવી ગયા છે. એક તરફ AAP નેતા અને કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીએ કહ્યું છે કે સ્વાતિ ભાજપની પ્યાદુ બની ગઈ છે. વળી, હવે સ્વાતિ માલીવાલે વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે આખી પાર્ટી એક ગુંડાને બચાવવા મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવી રહી છે. જોકે તે પહેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સ્વાતિ માલીવાલ 13 મેના રોજ એપોઈન્ટમેન્ટ વગર મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી. તેમનો ઈરાદો CM કેજરીવાલને ફસાવવાનો હતો. તે ન હોતા, એટલે તેઓ બચી ગયા. ત્યારબાદ સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર આરોપ લગાવ્યો. હવે જે વીડિયો સામે આવ્યો છે તે તેમનો પર્દાફાશ કરે છે. જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી ભાજપ ડરી ગયું છે. આ મૂંઝવણ હેઠળ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ષડયંત્ર હેઠળ સ્વાતિ માલીવાલને મુખ્યમંત્રી આવાસ મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ સ્વાતિ માલીવાલે કહ્યું કે, પાર્ટીએ તેમના પર બિભવ કુમારના હુમલાનો સ્વીકાર કર્યો હતો પરંતુ બે દિવસ પછી 'યુ-ટર્ન' લીધો છે. AAP નેતા આતિશીએ પત્રકારોને સંબોધ્યા બાદ માલીવાલે આ ટિપ્પણી કરી હતી. આતિશીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કેજરીવાલને હુમલાના કેસમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે આ 'ષડયંત્ર'નો ચહેરો માલીવાલ છે અને તેમના દ્વારા કુમાર પર લગાવવામાં આવેલા આરોપો 'પાયાવિહોણા' છે.
पार्टी में कल के आए नेताओं से 20 साल पुरानी कार्यकर्ता को BJP का एजेंट बता दिया। दो दिन पहले पार्टी ने PC में सब सच क़बूल लिया था और आज U-Turn
ये गुंडा पार्टी को धमका रहा है, मैं अरेस्ट हुआ तो सारे राज़ खोलूँगा। इसलिए ही लखनऊ से लेकर हर जगह शरण में घूम रहा है।
आज उसके दबाव में…
— Swati Maliwal (@SwatiJaiHind) May 17, 2024
સમય આવશે ત્યારે તમામ સત્ય બહાર આવશે
સ્વાતિ માલીવાલે કહ્યું કે, આજે તેમના દબાણમાં પાર્ટીએ હાર સ્વીકારી લીધી અને એક ગુંડાને બચાવવા માટે આખી પાર્ટીએ મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા. કોઈ વાંધો નહીં, હું આખા દેશની મહિલાઓ માટે એકલી લડી રહી છું, હું મારા માટે પણ લડીશ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અન્ય પોસ્ટમાં તેમણે કહ્યું કે, ચારિત્ર્ય હત્યા જોરશોરથી કરો, સમય આવશે ત્યારે સમગ્ર સત્ય બહાર આવશે!
શું છે સ્વાતિ માલીવાલનો આરોપ ?
સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે, 13 મેના રોજ CM ના સત્તાવાર આવાસ પર કેજરીવાલના અંગત મદદનીશ બિભવ કુમારે તેમના પર હુમલો કર્યો હતો. શુક્રવારે રાજ્યસભાના સાંસદ તીસ હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા ત્યારે કથિત હુમલાની વિગતો બહાર આવી. આ મામલે તેમનું નિવેદન, તેમના પરના કથિત હુમલા અંગેની FIR માં, માલીવાલે દાવો કર્યો હતો કે કુમારે તેમને "પૂરી તાકાતથી વારંવાર" મારી હતી, પરંતુ કોઈ તેમના બચાવમાં આવ્યું ન હતું. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કુમારને તે પીરીયર્ડ્સમાં છે અને પીડા અનુભવે છે તેમ જણાવવા છતાં તે હટ્યો નહી. FIR મુજબ, તે સોમવારે સવારે 9 વાગ્યે કેજરીવાલને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળવા ગઈ હતી. ઘટનાઓને યાદ કરીને, તેણીએ પોલીસને કહ્યું કે તેણી કેમ્પ ઓફિસની અંદર ગઈ અને કુમારને ફોન કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. તેણી રહેણાંક વિસ્તાર તરફ ગઈ અને સ્ટાફને કેજરીવાલને તેના આગમનની જાણ કરવા કહ્યું. તેમણે કહ્યું કે, "મને કહેવામાં આવ્યું કે તે ઘરમાં હાજર છે અને મને ડ્રોઈંગ રૂમમાં રાહ જોવાનું કહેવામાં આવ્યું." તેણીએ કહ્યું કે, જ્યારે તે કેજરીવાલની રાહ જોઈ રહી હતી, ત્યારે કુમાર રૂમમાં પ્રવેશ્યા અને કોઈપણ ઉશ્કેરણી વિના તેના પર બૂમો પાડવા લાગ્યા અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો. "જ્યારે હું ચીસો પાડતી રહી, તેણે મને ઓછામાં ઓછા 7-8 વાર થપ્પડ માર્યા હતા. હું એકદમ ચોંકી ગઇ અને વારંવાર મદદ માટે ચીસો પાડતી રહી. મારી જાતને બચાવવા માટે, મેં તેને મારા પગથી દૂર ધકેલી દીધો." તે સમયે, તેણે મને ધક્કો માર્યો, મને લગભગ ખેંચી અને જાણીજોઈને મારો શર્ટ ખેંચ્યો. મારા શર્ટના બટનો ખૂલી ગયા અને શર્ટ ઉપર આવી ગયો. હું સેન્ટર ટેબલ પર માથું અથડાવીને ફ્લોર પર પડી ગઇ. મેં સતત ફોન કર્યો. મદદ કરો. દરમિયાન બિભવે મને ધમકાવીને કહ્યું, "તું જે ઇચ્છે તે કરી શકે છે, તું અમારું નુકસાન નહીં કરી શકે. અમે તારા હાડકાં તોડી નાખીશું અને તને એવી જગ્યાએ દફનાવીશું જ્યાં કોઈને ખબર પણ ન પડે."
આ પણ વાંચો - લો બોલો..! સ્વાતિ માલીવાલ વિરુદ્ધ હવે બિભવ કુમારે પણ નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો - Swati Maliwal Case : AAP એ મૌન તોડ્યું, આતિશીએ કહ્યું- આ બધું ભાજપનું કાવતરું…


