Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મમતા બેનર્જીના બદલાયા સૂર, જાણો શું કર્યું એલાન

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસ પાર્ટી ઘણી ખુશ છે તો બીજી તરફ વિપક્ષ એકસાથે આવતું હોવાનું જોવા મળી રહ્યું છે. આ જીતને હવે 2024ની લોકસભાની ચૂંટણીની શરૂઆતરૂપે જોવામાં આવી રહ્યું છે. જીહા, જ્યા પહેલા ઘણી વિપક્ષી પાર્ટીઓ લોકસભા ચૂંટણી...
કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મમતા બેનર્જીના બદલાયા સૂર  જાણો શું કર્યું એલાન
Advertisement

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસ પાર્ટી ઘણી ખુશ છે તો બીજી તરફ વિપક્ષ એકસાથે આવતું હોવાનું જોવા મળી રહ્યું છે. આ જીતને હવે 2024ની લોકસભાની ચૂંટણીની શરૂઆતરૂપે જોવામાં આવી રહ્યું છે. જીહા, જ્યા પહેલા ઘણી વિપક્ષી પાર્ટીઓ લોકસભા ચૂંટણી માટે સાથે મળીને લડવાની વાત કરી રહી હતી ત્યા હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું મન કોંગ્રેસ પાર્ટી માટે બદલાઈ ગયું હોય તેવું દેખાઇ રહ્યું છે. તાજતેરમાં તેમણે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમોએ કોંગ્રેસને સમર્થનની કરી જાહેરાત

Advertisement

કર્ણાટકમાં સકારાત્મક ચૂંટણી પરિણામો બાદ અનેક વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસની નજીક દેખાઈ રહી છે. જ્યાં અનેક વિપક્ષી પાર્ટીઓ લોકસભા ચૂંટણી માટે સાથે મળીને લડવાની વાત કરી રહી હતી, પરંતુ મમતા બેનર્જીનો રસ્તો અલગ જ દેખાઈ રહ્યો હતો, પરંતુ સોમવારે તેમણે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે જ્યાં કોંગ્રેસ પાર્ટી મજબૂત છે, તેને ત્યાં લાવવી જોઈએ અને અમે તેને સમર્થન આપીશું. જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે મમતાએ વિપક્ષી એકતાની સંભવિત રણનીતિને લઈને તૃણમૂલ કોંગ્રેસનું સ્ટેન્ડ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કર્યું છે. મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલયમાં પત્રકારોને કહ્યું, “જ્યાં પણ કોંગ્રેસ મજબૂત છે, તેમને લડવા દો. અમે તેમને સમર્થન આપીશું, તેમાં કંઈ ખોટું નથી. પરંતુ તેઓએ અન્ય રાજકીય પક્ષોને પણ સમર્થન આપવું પડશે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમોએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ સીટ વહેંચણીની ફોર્મ્યુલા એવી અપેક્ષા રાખે છે કે જ્યાં તેઓ મજબૂત છે તેવા વિસ્તારોમાં પ્રાદેશિક પક્ષોને પ્રાધાન્ય આપે. તેમણે કહ્યું, "મજબૂત પ્રાદેશિક પક્ષોને પ્રાથમિકતા આપવી જોઈએ."

Advertisement

પહેલા કરી હતી રાહુલ ગાંધીની ટીકા

આ પહેલા મમતા બેનર્જીએ કર્ણાટકની જનતાને સલામ કરી હતી. અહી બીજેપી સત્તા ગુમાવી ચુકી છે. દેશની સૌથી જૂની પાર્ટીનો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું જેની સાથે ભૂતકાળમાં તૃણમૂલ વિવાદમાં રહી હતી. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા મમતા બેનર્જીએ તો એમ પણ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી કોંગ્રેસનું નેતૃત્વ ચાલુ રાખશે તો બીજેપી આ જ રીતે જીતતી રહેશે. આ પછી કોંગ્રેસ તરફથી પણ મમતા બેનર્જીની ઘણી ટીકા થઈ હતી. ત્યારે એવું માનવામાં આવતું હતું કે રાહુલ ગાંધી પર નિશાન સાધીને મમતા બેનર્જી તેમની ઈમેજ પોલીશ કરવા માગે છે.

કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતી મળી છે

કર્ણાટક ચૂંટણી પરિણામ અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, ત્યાંના લોકો ભાજપ સરકારથી હતાશ અને નારાજ હતા અને તેની સામે તેમણે કોંગ્રેસને બહુમતી આપી. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસને જંગી બહુમતી મળી છે. કોંગ્રેસે 224માંથી 135 બેઠકો જીતી છે. બીજી તરફ, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માત્ર 66 બેઠકો જ જીતી શકી અને કિંગમેકર બનવાના સપના જોતી JDS માત્ર 19 બેઠકો જ જીતી શકી અને 4 બેઠકો અન્ય અને અપક્ષોને મળી છે.

આ પણ વાંચો - ભારતના ગામડામાં જોવા મળતા ખાટલાની US માં કિંમત સાંભળી ચોંકી જશો તમે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×