Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Air India Express ની હડતાલ થઈ પૂરી, ટર્મિનેટ થયેલા કર્મચારીઓ અંગે લેવાયો મહત્વનો નિર્ણય

એર ઈન્ડિયા એક્સપ્રેસની હડતાળ જે તેમના ક્રૂ મેમ્બર્સ દ્વારા કરવામાં આવી હતી તે હડતાલનો હવે અંત આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા બરતરફ કરવામાં આવેલા કર્મચારીઓને હવે નોકરી ઉપર પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર બાબત...
air india express ની હડતાલ થઈ પૂરી  ટર્મિનેટ થયેલા કર્મચારીઓ અંગે લેવાયો મહત્વનો નિર્ણય
Advertisement

એર ઈન્ડિયા એક્સપ્રેસની હડતાળ જે તેમના ક્રૂ મેમ્બર્સ દ્વારા કરવામાં આવી હતી તે હડતાલનો હવે અંત આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા બરતરફ કરવામાં આવેલા કર્મચારીઓને હવે નોકરી ઉપર પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર બાબત એમ છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસમાં કાર્યરત 300 થી વધુ કર્મચારીઓ બુધવારથી કામ પર આવી રહ્યા ન હતા. આ તમામ કર્મચારીઓએ સૌપ્રથમ એકસાથે માંદગીની રજા ( sick leave )  માટે અરજી કરી અને તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. કર્મચારીઓની આ ગેરહાજરીના કારણે બુધવાર અને ગુરુવારે પણ વિમાનોના સંચાલનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.

300 કર્મચારીઓ Sick Leave પર ગયા હતા

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, એક સાથે 300 કર્મચારીઓ બીમારીની રજા એટલે કે Sick Leave પર ગયા બાદ બુધવારે Air India Express કંપનીએ કર્મચારીના અભાવે 90 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ પહેલા મંગળવારે રાત્રે ક્રૂની અછતને કારણે ફ્લાઇટ ઓપરેશન રદ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે.

Advertisement

મુસાફરો થયા હતા નારાજ

ક્રૂ મેમ્બરના અભાવના કારણે ફ્લાઇટસ્ રદ થવાના કારણે કેરળના વિવિધ એરપોર્ટ પરથી અન્ય દેશોની મુસાફરી કરવા ઈચ્છતા લોકો ભારે ગુસ્સામાં જોવા મળ્યા હતા. તિરુવનંતપુરમ, કોચી અને કન્નુર એરપોર્ટ પર સતત બીજા દિવસે છેલ્લી ઘડીએ ગલ્ફ દેશોની ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા મુસાફરો નિરાશ થઈ ગયા હતા. અચાનક ફ્લાઈટ કેન્સલ થવાને કારણે લોકોમાં ભારે ગુસ્સો છે અને તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો

કર્મચારીઓ એરલાઇનથી છે નાખુશ

મળતી માહિતી અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ તેમની એરલાઈનથી નાખુશ જણાય છે.  મળતા અહેવાલ મુજબ, આ ક્રૂ મેમ્બરો દ્વારા એરલાઈન પર ગેરવહીવટનો આરોપ લગાવવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના મર્જરની પ્રક્રિયા શરૂ થતાં કંપની અને કર્મચારીઓ વચ્ચે વિવાદ વધી ગયો છે. કેટલાક કેબિન ક્રૂ મેમ્બરોએ પણ આ એરલાઇન પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓએ પગાર ભથ્થા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : માંડ માંડ બચ્યા ચિરાગ પાસવાન! ટેક-ઓફ પહેલા જ હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસી ગયું

Tags :
Advertisement

.

×